32.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : સરકારી કચેરીઓમાં લેભાગુ પત્રકારોનો અડિંગો,દિવાળી પર્વમાં ખભે થેલા લટકાવી કચેરીઓમાં...

અરવલ્લી : સરકારી કચેરીઓમાં લેભાગુ પત્રકારોનો અડિંગો,દિવાળી પર્વમાં ખભે થેલા લટકાવી કચેરીઓમાં બ્યુરો ચીફના નામે ઉઘરાણું

0
67

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં શામળાજી રોડ પર કાર્યરત જીલ્લા સેવાસદન કચેરી, જીલ્લા પંચાયત અને જીલ્લા પોલીસવડા કચેરી સહીત જીલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં દર વર્ષે દિવાળી પર્વના આગમનના દિવસો થી દેવ દિવાળી સુધી ઉત્તર ગુજરાત થી પંચમહાલ અને ખેડા જીલ્લામાંથી પત્રકારત્વનો “પ” પણ ન આવડતો હોય તેવા બની બેઠેલા લેભાગુ પત્રકારો ખભે થેલા લટકાવી સરકારી કચેરીઓમાં દોટ લગાવી રહ્યા છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં બોગસ પત્રકારો દેશની ચોથી જાગીરી ગણાતા પત્રકારત્વને પીળું બનાવી રહ્યા છે જેના લીધે જીલ્લાના સાચા અને કર્તવ્યનિષ્ઠ પત્રકારોની છબી પણ દિવસે ને દિવસે ખરડાતી રહે છે

કોરોના સંક્રમણ બાદ થેલાધારી પત્રકારોનો રાફડો ફાટ્યો છે કેટલાક બોગસ પત્રકારો બ્યુરો ચીફના નામે અરવલ્લી જીલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને દમદાટી આપી રહ્યા હોવાની બૂમો ઉઠી છે સરકારી કચેરીઓમાં બેઠેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અરવલ્લી જીલ્લામાં ફરજ પહેલા અન્ય સ્થળે ફરજ બજાવતા હોવાથી તેમની પોલ જાણતા પત્રકારો કેટલીક સરકારી કચેરીઓમાં અડ્ડો જમાવી રહ્યા છે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કેટલાક સરકારી બાબુઓ સરકારની વિવિધ વિકાસની ગ્રાંટો માંથી ભારે ધુપ્પલ ચલાવી બેફામ ભ્રષ્ટાચાર આચરી ખિસ્સા ભરી ગેરરીતી આચરતા હોવાથી અને સરકારી કામકાજ અર્થે આવતા અરજદારોને ખંખેરતા હોવાથી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તેમની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર છુપાવવા આવા લેભાગુ પત્રકારોને “ફૂલ નહીં તો ફૂલની પાંખડી” રૂપે સફેદ કે ખાખી કવર આપી રહ્યા હોવાથી અરવલ્લી જીલ્લાના સાચા પત્રકારોને પીળા પત્રકારત્વનું લાંછન લાગી રહ્યું છે

ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓએ અને કર્મચારીઓએ દિવાળી પર્વમાં લેભાગુ પત્રકારોને સાચવી લેતા હોવાથી જીલ્લાની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા સંનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારી લેભાગુ પત્રકારોની દમદાટી ભર્યાં ત્રાસથી તોબા પોકારી ઉઠ્યા છે જીલ્લા આરોગ્ય તંત્રની ઘોર બેદરકારીને પગલે જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા બોગસ તબીબો સામે જીલ્લા પોલીસતંત્રએ ઝૂંબેશ ઉપાડ્યા પછી એકાએક જાણે શસ્ત્રો હેઠા મુકતા બોગસ તબીબો બિન્દાસ્ત બનતા લેભાગુ પત્રકારો આવા બોગસ પત્રકારો પાસેથી મોટી સંખ્યામાં જાહેરાતના નામે ઉઘરાણું કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!