32.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines દિવાળી ટાણે અરવલ્લી પોલિસને મોટી સફળતા, GUJCTOC ના મુખ્ય સુત્રધાર અજય કલાસવા...

દિવાળી ટાણે અરવલ્લી પોલિસને મોટી સફળતા, GUJCTOC ના મુખ્ય સુત્રધાર અજય કલાસવા સહિત 10 આરોપીઓને ઝડપી પાડતી LCB

0
81

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા દિવાળી અને નવા વર્ષ ના દિવસોમાં ગુનાહિત પ્રવૃત્તિઓના ડામવા માટે વિશેષ ટીમ બનાવી છે અને લોકોને જાગૃત રહેવા માટે પણ ખાસ અપીલ કરી છે, આ વચ્ચે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પ્રોહિબિશન સહિત અન્ય ગુનાઓમાં સંડોવાયેલી ટોળકીને ઝડપી પાડી છે, જેમણે કુલ 40 જેટલા ગુનાઓ આચરીને તરખાટ મચાવ્યો હતો. ભિલોડા પોલિસ સ્ટેશન ખાતે આંતરરાજ્ય ટોળકી સામે GUJCTOC અંતર્ગત ગુનો દાખલ થયો હતો.

રેંગ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા પોલિસ સતત ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે કામગીરી કરતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી, નાણાકિય લાભ મેળવવા માટે ગુનાઓ આચરતી સંગઠીત ટોળકી તેમજ અન્ય કોઈપણ રીતે ગુનાઓ આચરતા શખ્સોને ઝડપી પાડવા ખાસ સૂચના આપી હતી, જેને લઇને અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ. એચ.પી. ગરાસીયા ની આગેવાનીમાં પી.એસ.આઈ. સી.એમ.રાઠોડ તથા પી.એસ.આઈ. વી.જે.તોમર તેમજ એલ.સી.બી ટીમના માણસો સાથે અલગ-અલગ ટીમો બનાવી ભિલોડા પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે ભિલોડા પોલિસ સ્ટેશન ખાતે ૧૧૧૮૮૦૦૩૨૫૦૭૨૮/૨૦૨૫ માં ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એકટ-2015 ની કલમ-3(1)ની પેટા કલમ-(2) તથા કલમ-3(3), કલમ-3(4) મુખ્ય સુત્રધાર અજયભાઈ મહેશભાઈ ઉર્ફે દરજી સુકાભાઈ કલાસવા રહે. ભાણમેર, તા. ભિલોડા, જિ. અરવલ્લી ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને અન્ય આરોપીઓને પકડી પાડવા વિવિધ ટીમ બનાવી હતી. ત્યારે પોલિસને સફળતા મળી હતી.

મુખ્ય સુત્રધાર અજય કલાસવાની આગેવાનીમાં આ ટોળખી વિદેશી દારૂની હેરાફેરી કરતી હતી. અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદા સહિતના વિસ્તારોમાં દારૂ પહોંચાડતી હતી. સંગઠીત ટોળકી સામે 40 જેટલી પોલિસ ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે આરોપીઓને ઝડપી પાડી, વધુ તપાસ તેજ કરી હોવાનું અરવલ્લી જિલ્લા નાયબ પોલિસ વડા નવીન આહિરે જણાવ્યું હતું.

શું છે GUJCTOK
ગુજરાતમાં સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે ગુજસીટોક એક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં ગેંગ, માફિયા, હવાલા, ખંડણી, દાદાગીરી, ગેરકાયદે હથિયારો, દારૂ માફિયા, ડ્રગ્સ માફિયા જેવા સંગઠિત ગુનાઓને ડામવા માટે ગુજસીટોક એક્ટક 2015 લાગૂ કરવામાં આવ્યો હતો. ગુજસીટોક હેઠળ અપવાદોને બાદ કરતા જામીન મળવા મુશ્કેલ છે. જો જરૂર જણાય તો વધુ રીમાન્ડ પણ મળી શકે છે. આ સાથે જ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી અને સજા થાય તે માટે પુરાવા સ્વરૂપે ટેલિફોન ટેપિંગ પુરાવા પણ માન્ય હોય છે. ગુજસીટોક હેઠળ કડક સજાની જોગવાઈ છે, જેમાં આજીવન કેદથી લઈને ફાંસીની સજા પણ થઈ શકે છે.

ઝડપાયેલ આરોપીઓ
1. મુખ્ય સુત્રધાર અજયભાઈ સ/ઓ મહેશભાઈ ઉર્ફે દરજી સુકાભાઈ કલાસવા રહે.ભાણમેર તા.ભિલોડા જી.અરવલ્લી.
2. કૈલાશબેન વા/ઓફ મહેશભાઈ ઉર્ફે દરજી સુકાભાઈ કલાસવા રહે.ભાણમેર તા.ભિલોડા જી.અરવલ્લી.
3. દેવીલાલ મોડજી કલાલ રહે.બસ્સી જુજાવત બાસીનર તા.સંલુમ્બર જી.ઉદેપુર (રાજસ્થાન)
4. રમેશભાઈ ગોબરભાઈ વણજારા રહે.રીંટોડા તા.ભિલોડા જી.અરવલ્લી.
5. બાબુજી કડવાજી મકવાણા રહે.પોગલુ તા.પ્રાંતીજ જી.સાબરકાંઠા.
6. દિપકભાઈ અળખાભાઇ પાંડોર રહે.ઝાંઝરી તા.ખેરવાડા (રાજસ્થાન)
7. રાહુલ રતીલાલ ભગોરા રહે.ધોલવાણી તા.ભિલોડા જી.અરવલ્લી.
8. હાર્દિકકુમાર પ્રવિણભાઈ જેઠાભાઈ રાવલ રહે.રામજી મંદીર ફળી,કાંકરોલ તા.હિંમતનગર જી. સાબરકાંઠા.
9. નિકુલ ઉર્ફે મચ્છી રાજુભાઇ ભોઇ રહે.૭૪, મારૂતીનગર સોસાયટી, અશોકવાટીકાની પાછળ સહકારી જીન રોડ હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠા.
10. વિશાલભાઈ લક્ષ્મીચંદ જુમાણી રહે. ૧૩૩,સી-વોર્ડ કુબેરનગર અમદાવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!