32.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી: કાર નો પીછો કરી મોડાસા ના લીંભોઈ ગામેથી દારૂ ભરેલી કાર...

અરવલ્લી: કાર નો પીછો કરી મોડાસા ના લીંભોઈ ગામેથી દારૂ ભરેલી કાર પકડી પાડતી પોલિસ, દારૂ કોનો ?

0
83

મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ તો પકડાયો,,, પણ દારૂ કોનો અને ક્યાં પહોંચાડાતા ?
પોલિસે ક્યારે જાણવાનો પ્રયાસ કર્યો ખરો અતવા તો કરશે ખરી ?
બાતમીના આધારે કાર પકડી પાડતા લોકોનો ટોળે-ટોળા

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં દિવાળીના પાવન તહેવાર દરમિયાન પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવાનો પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને રાજસ્થાન સરહદથી જિલ્લાઓમાં વિદેશી દારૂની ચોરી છૂપીથી હેરાફેરી વધતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દળ સક્રિય બની કામગીરી શરૂ કરી છે. ગેરકાયદે દારૂના જથ્થાને ગુજરાતમાં ઘુસાડવાનો ખેલ અટકાવવા માટે ખાસ ચેકિંગ ડ્રાઇવ અને પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે.

મોડાસા તાલુકાના લીંભોઈ ગામ નજીક પોલીસે મોટી સફળતા મેળવી છે. મળેલી બાતમીના આધારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ અલગ–અલગ ત્રણ ટીમો ગઠિત કરી શંકાસ્પદ કારનો પીછો શરૂ કર્યો હતો. પોલીસની હિલચાલ જોતા કારચાલક લીંભોઈ ગામના ચોક નજીક કાર છોડી ફરાર થઈ ગયો. પોલીસ ટીમે તરત જ કારને કબ્જે લઈને તેની તપાસ હાથ ધરી હતી. કારની તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. અંદાજે ચાર લાખ રૂપિયાથી વધુ કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂ તહેવારની સીઝનમાં મહાગેરકાયદેસર વેચાણ માટે અન્ય જિલ્લામાં લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે એક આરોપીને ઝડપી પાડી આગળની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે ફરાર આરોપીની શોધખોળ માટે ત્રાંસી કવાયત હાથ ધરાઈ છે.

અરવલ્લી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર ધંધાખોરો સામે પોલીસની આ મોટી કાર્યવાહીથી દારૂ મફિયાઓમાં હલચલ મચી ગઈ છે. જિલ્લા પોલીસ તરફથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આગળ પણ સતત કાર્યવાહી કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે, જોકે આ દારૂ કોણે મોકલ્યો હતો અને કોની દેખરેખ હેઠળ જતો હતો અને કોને પહોંચાડાતો હતો, તેના પરથી પડદો ક્યારે ઊંચકાશે, તે સમય બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!