32.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : આત્મહત્યા પ્રયાસના શોકિંગ CCTV,મોડાસામાં યુવક બસ નીચે કૂદી પડ્યો,ગંભીર ઇજાગ્રસ્ત,પગ...

અરવલ્લી : આત્મહત્યા પ્રયાસના શોકિંગ CCTV,મોડાસામાં યુવક બસ નીચે કૂદી પડ્યો,ગંભીર ઇજાગ્રસ્ત,પગ કપાયો

0
75

દિવાળીના તહેવારમાં જ અરવલ્લી જિલ્લામાં આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. મોડાસાના બસ પોર્ટ પાસે જ એક યુવકે બસ નીચે પડતુ મુકીને જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બસ નીચે આવી જતાં યુવકના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

મોડાસા બસ પોર્ટમાં યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોડાસા બસ પોર્ટ પાસે ડિવાઈડર પર બેસેલો એક યુવકે રોડ પર આવી રહેલી બસના આગળના ટાયર પાસે જ પડતુ મકીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જીવનથી નિરાશ થયેલા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મોડાસા બસ પોર્ટની પાછળના વિસ્તારમાં ધમધમતા રોડ પર આપઘાતનો બનાવ બનતા લોકો ભેગા થઈ ગયા હતાં.

બસ નીચે આવી જતા યુવકના પગમાં ગંભીર ઈજા
મોડાસાથી થરાદ જઈ રહેલી બસ રોડ પરથી પસાર થતી હતી તે દરમિયાન રોડ પરના ડિવાઈડર પર બેઠેલો એક યુવક અચાનક બસની આગળ કૂદી ગયો હતો. બસ ડ્રાઈવરની સર્તકતાને કારણે આ યુવકનો જીવ બચી ગયો હતો.પરંતુ બસના ટાયર નીચે તેના પગ આવી જવાથી તેને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો વાયરલ થયો હતો. સ્થાનિક લોકોએ આ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!