ધનસુરા તાલુકાના માળકંપા ગામ નજીક 4 લાખ રૂપીયા નો વિદેશી દારૂ ભરેલ ક્રેટા ગાડી પકડી પાડી. પોલિસે કુલ 11,09,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો.
અંકિત ચૌહાણ/જય અમીન
રેંજ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ ની સૂચનાથી અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર સતત પ્રોહિબિશન કામગીરી કરી રહ્યું છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાની ખાસ સૂચનાથી ધનસુરા પોલિસ ની ટીમ પણ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે કામગીરી કરી રહી છે. ધનસુરા પોલિસ સ્ટેશનના પી.આઈ. એસ.એસ. માલ ના માર્ગદર્શન હેઠળ પોલિસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે માળકંપા નજીકથી ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.
ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલિસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક ક્રેટા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો છે, જે મોડાસા તરફ થઈ રહ્યો છે. બાતમી હકીકત આધારે અલગ અલગ જગાએ નાકાબંધી કરી બાતમી હકીકત વાળી ક્રેટા ગાડી આવતા, તેને રોકવા પ્રયત્ન ધનસુરા પોલિસે કર્યો હતો. ક્રેટા ગાડી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર તરફ જતાં, મોડાસા રૂરલ પોલીસનો સંપર્ક કરતા, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના માળકંપા નજીક નાકા બંધી કરવામાં આવી હતી. પોલિસે નાકાબંધી કરતા ગાડીના ચાલકે પોતાની ગાડી માળકંપા ગામની સીમમાં રોડની બાજુમાં આવેલ ખાડામાં ઉતારી મુકી ફરાર થઈ ગયો હતો. પોલિસે ગાડીમાં તપાસ કરતા, વિદેશી દારૂ પેટી નંગ-31 જેમા કુલ બોટલ નંગ-1488, મળી કુલ 4,09,200/-નો દારૂ પકડી પાડ્યો હતો. આ સાથે જ ક્રેટા ગાડીની મળીને 11,09,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને (1) રાજેશકુમાર ઉર્ફે રુડારામ મગલાજી રાજપુરોહીત રહે-પુનાસા ભિનમાલ રાજસ્થાન અને (2) નરેન્દ્રસિંગ સિસોદીયા રહે-મંગલવાર ચૌરાહા રાજસ્થાન વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહી. એકટ કલમ ૬૫(એ)(ઇ),૮૧ તથા ભારતીય ન્યાય સહીતાની કલમ ૩૩૬(૨),૩૩૬(૩),૩૪૦(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી
(1) એસ.એસ.માલ પોલીસ ઇન્સ્પેકટર ધનસુરા પોલીસ સ્ટેશન
(2) વી.ડી.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધનસુરા પોલીસ સ્ટેશન
(3) એમ.જે.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
(4) અ.હે.કો.હરેશભાઈ કાન્તીભાઇ બ.ન.૩૨૧ ધનસુરા પોલીસ સ્ટેશન
(5) અ.હે.કો.નવગણભાઇ દેવાભાઇ બ.ન.૭૩૩ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
(6) અ.પી.કો.પંકજકુમાર કેશાભાઇ બ.નં.૫૧૨ ધનસુરા પોલીસ સ્ટેશન
(7) અ.પો.કો.નિલેશકુમાર વિષ્ણુભાઇ બ.ન.૧૦૬ ધનસુરા પોલીસ સ્ટેશન
(8) આ.પો.કો.વિજયસિંહ દીલીપસિંહ બ.ન.૫પર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
