37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines પંચમહાલ-ડાંગરની કાપણી સમયે વરસાદ બન્યો ખેડુતો માટે વિલન,આર્થિક નુકસાનથી ખેડૂતો ચિંતામા...

પંચમહાલ-ડાંગરની કાપણી સમયે વરસાદ બન્યો ખેડુતો માટે વિલન,આર્થિક નુકસાનથી ખેડૂતો ચિંતામા ગરકાવ

0
58

પંચમહાલ,

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય જીલ્લાઓમાં પણ હવામાન વિભાગ દ્રારા વરસાદની આગાહી કરવામા આવી હતી.ચોમાસાએ વિદાય લઈ લીધી હતી પરંતુ પંચમહાલ જીલ્લામાં ગત મોડી સાંજથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.એક તરફ વહેલી સવારથી ઠંડીની મોસમની શરુઆત થઈ રહી હતી.તે સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.રવિવાર રાતથી વરસાદી માહોલ સર્જાયો,પંચમહાલના ગોધરા,શહેરા સહિત અન્ય તાલુકાઓમા પણ વરસાદ થયો છે.વરસાદથી ખેડુતો ભારે ચિંતામા મૂકાયા છે.એક તરફ જીલ્લામાં ખેતી સંર્દભે મહત્વ અને મૂખ્ય ગણાતો ડાંગરનો પાક તૈયાર થઇ જતા તેની કાપણીની શરૂઆત કરવામા આવી છે.તે સમયે વરસાદે જાણે પડતા પર પાટુ માર્યુ તેવી પરિસ્થિતિ સર્જાય છે.

પંચમહાલ જીલ્લામાં ગત મોડી રાતથી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગૂજરાતમા ફરી એકવાર મેઘરાજાએ રી એન્ટ્રી કરી છે.જીલ્લાના શહેરા,હાલોલ,કાલોલ,ગોધરા,જાંબૂઘોડા,
ઘોંઘંબા,મોરવા હડફ સહિતના તાલૂકાઓમા વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ખેડુતો ચિંતામા મૂકાયા છે.પંચમહાલ જીલ્લામા ડાંગર મૂખ્ય પાક ગણવામા આવે છે.સામાન્ય રીતે દીવાળી બાદ ડાંગરના પાકની કાપણી શરૂ કરવામા આવે છે.હાલમા ખેડૂતો ડાંગરની કાપણી શરૂ કરી હતી તે સમયે જ વરસાદ પડતા માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો.જીલ્લાના શહેરા તાલુકામાં પણ ડાંગરના પાકને નુકશાન પહોચ્યુ હતુ.વરસાદને કારણે જે ડાંગરના પાકની કાપણી બાકી હતી તે પાક નમી પડ્યો હતો.
વરસાદની ખેતરોમાં પાણી પણ ભરાયા હતા.સાથે તુવેર સહિતને શાકભાજી પાકને પણ નૂકશાનીની વકી વરતાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!