37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી જીલ્લામાં માવઠાનો માર : ખેતીને નુકસાન થતા ખેડૂતોની દશા બેઠી

અરવલ્લી જીલ્લામાં માવઠાનો માર : ખેતીને નુકસાન થતા ખેડૂતોની દશા બેઠી

0
48

રાજ્યમાં શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા કારતક મહિનામાં અષાઢી માહોલ છવાયો છે. સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 85 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં આવેલા આ પલટાએ જગતના તાતને બેહાલ કર્યા છે.

અરવલ્લીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરુ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે માલપુર મોડાસા ભિલોડા મેઘરજ તાલુકામાં વરસાદથી રોડ પર નદીઓ વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વાતવરણમાં શીત લહેર પ્રસરી છે
વરસાદને કારણે મગફળીના પાથરા ખેતરમાં જ પલળી ગયા, જેના કારણે પાક સડી જવાનો ખતરો ઊભો થયો છે. કપાસ, સોયાબીન, ડાંગર, ચીકુ અને તલ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ખેતરમાં રાખવામાં આવેલો પશુઓનો સૂકો ઘાસચારો પણ પલળી જતાં નકામો બની ગયો છે. ઑગસ્ટ-સપ્ટેમ્બરના વરસાદથી માંડ બેઠા થયેલા ખેડૂતો લાભ પાંચમના શુભ દિવસોમાં ફરી માવઠાના મારથી આર્થિક રીતે તબાહ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!