37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines પહેલી લેયર પાથરી, ઢાંકણા ઉપર કર્યા.. બીજી લેયર થઈ, ફરીથી ઢાંકણા ઉપર...

પહેલી લેયર પાથરી, ઢાંકણા ઉપર કર્યા.. બીજી લેયર થઈ, ફરીથી ઢાંકણા ઉપર કર્યા…. બસ આજ કરવાવનું !!! મોડાસાના મેઘરજ રોડ પર ઢાંકણા લેવલે ક્યારે થશે ???

0
89

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં વિકાસે એવી રફ્તાર પકડી છે કે, વાત જ જવા દો. બ્રેક મારવી હોય, તો પણ ન વાગે. કારણ કે, હવે તો બુલેટ સ્પીડ પર વિકાસના કામો થઈ રહ્યા છે, જોકે કેટલાક કામ તો એવા છે કે, વાત જ જવા દો. મોડાસા ના મેઘરજ રોડ પર ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પૂર્ણ થાય પછી, રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ. હવે અહીં રોડ પર ગટરના ઢાંકણાં કેવી રીતે સેટ કરવા કોઈને સમજણ નથી પડતી. તેમાં ઈજનેર અને સાઈડ સુપર વાઈઝર પણ આવી જાય છે.

મોડાસા ના માલપુર રોડ પર તો હજુ ત્રીજી લેયર બાકી છે, પણ મેઘરજ રોડ પર લગભગ રોડ નું કામ પૂર્ણ થઈ ગયું છે, છતાં ગઢર ની જગ્યાએ આટલા ખાડા કેમ છે, અહીં ગટર ઊંડી હોવાથી ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોને કોઈપણ સમયે અકસ્માત નડી શકે એમ છે. સંબંધિત વિભાગને તો ખ્યાલ જ છે કે, અહીં ખાડો છે, એટલે તેઓ અહીંથી પસાર થતા નથી, બાકી તેઓ પણ પડી જાય.

જ્યારે રોડનું કામ શરૂ હતું ત્યારે વેડમિક્સ પાથરવામાં આવ્યું ત્યારે ઢાંકણાં ઉપર કરવામાં આવ્યા. પછી બીજી લેયર પાથરવામાં આવતા, ઢાંકણ નીચે જતા રહેતા, ફરીથી ઢાંકણ ઉપર કરવાની કામગીરી કરવામાં આવી. બસ ઢાંકણ ઉપર નીચે જ કરતા રહેશો કે પછી કોઈ લેવલ જેવું કામ થશે ? ભણેલા ગણેલા ઈજનેર સ્થળ પર ગેરહાજર રહેતા હોય, તો જ આવા કામ થાય, બાકી તો બીજાના ભરોસે, તો રોડ ઉપર ને ગટરના ઢાંકણા નીચે જ જતાં રહે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!