અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત વિશેષ અભ્યાસ શરૂ કર્યું છે જેમાં ચોરી થયેલા કોઈપણ પ્રકારની વસ્તુ અથવા તો સાધન સામગ્રી શોધીને ફરિયાદીને પરત કરવામાં આવતી હોય છે. આવી જ એક સફળતા અરવલ્લી જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને મળી છે. મોડાસા ટાઉન પીઆઇ ડી. બી. વાળા ના માર્ગદર્શન હેઠળ પોલીસે ખોવાયેલ મોબાઈલ શોધીને અરજદારને પરત કર્યો છે.
રેંજ આઈ. જી. વિરેન્દ્રસિંહ યાદવ તેમજ અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ખોવાયેલ મોબાઇલ શોધી કઢવામાં પોલીસને સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત CEIR પોર્ટલની મદદથી મોડાસા ટાઉન પોલીસની ટીમને સફળતા મળી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ખોવાયેલા મોબાઇલ શોધવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે અરજદારના ખોવાયેલ મોબાઇલ ના લોકેશનના આધારે થોડા જ કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો. પોલીસ ટીમે ફરજ બજાવતા ડી.સ્ટાફ તેમજ પોલીસ કર્મચારીઓની મદદથી શોધી કાઢી મોબાઇલ — VIVO V40 કિંમત રૂ.26,000 — “તેરા તુજકો અર્પણ” અંતર્ગત અરજદારને વિધિવત પરત આપ્યો.
પોલિસના તેરા તુજકો અર્પણ અભિયાનને બિરદાવી પોલિસની કાર્યવાહીથી અરજદારોમાં ખુશી પ્રસરી હતી. છે
