31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines મોડાસા : આ મોતનો ખાડો કોનો…?? સહયોગ ચોકડી નજીક ખાડાનું સમારકામ...

મોડાસા : આ મોતનો ખાડો કોનો…?? સહયોગ ચોકડી નજીક ખાડાનું સમારકામ કરવા જવાબદાર તંત્રની એકબીજાને ખો..!!

0
60

ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ તાબા હેઠળ આવતા ધોરી માર્ગ પર પડેલ ખાડો મોતનો ખાડો બને તે પહેલા સમારકામ જરૂરી
GSRDCના અધિકારીઓ ખાડાનું સમારકામ કરાવવાના બદલે ગુજરાત શહેરી વિકાસ કંપની લી પર જવાદારી નાખી છટકી રહ્યા હોવાની ચર્ચા
ખાડાના સમારકામ અંગે જવાબદાર તંત્ર જ જો ખો આપતું હોય તો પછી વાહનચાલકો ભગવાન ભરોશે,ખાડા અંગે જાગૃત નાગરિકો મુખ્યમંત્રીને રજૂઆત કરશે

જ્યાં હજારો વાહનોની અવરજ્વર થતી હોય એવા મુખ્ય રસ્તા પર વચ્ચોવચ પડેલા મોટા ખાડાઓના પગલે અનેક વખત લોકોના વાહનોમાં નુકસાન થવા અને અકસ્માત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેમ છતાં ઘોર નિદ્રાંમાં પોઢેલાં તંત્રની આંખ ઉગડતી નથી

જવાબદાર તંત્ર અને કોન્ટ્રકટરની બેદરકારી સામે વાહનચાલકો માં આક્રોશ
મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં વિકાસના કામોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું જગજાહેર છે રોડના કામોમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાની સાથે અનેક વાર કાગળ પર રોડ અને સ્થળ પર રોડની સ્થિતિ વચ્ચે તફાવત હોવા છતાં કોન્ટ્રાક્ટરને બિલની ચુકવણી કરી કરી દેવામાં આવતી હોવાની બૂમો ઉઠી રહી છે રોડ નિર્માણ પછી રોડની સાઈડમાં પૂરણ પણ કરવામાં ઘોર બેદરકારી દાખવામાં આવી રહી છે રોડ ગેરંટી પિરિયડ પહેલા તુટી જવાની ઘટનાઓ સામાન્ય બની છે અધિકારીઓ એસી ઓફિસમાં બેઠા બેઠા રોડનું કામકાજ ટેન્ડર પ્રમાણે થતું હોવાનું મોનિટરીંગ કરી બિલ ચુકવણી સમયે રોડની ગુણવત્તાની યોગ્ય ચકાસણી કર્યા વગર ટકાવારીના મદમાં બિલ ચૂકવી દેવામાં આવી રહ્યા છે મોડાસા શહેરની સહયોગ ચોકડી નજીક પડેલા ખાડા અંગે Mera Gujaratએ સમાચાર પ્રસિધ્ધ કરતા ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેહુલ ઉપાધ્યાએ તંત્રની જવાબદારી છુપાવવા માટે સમાચાર ખોટા હોવાની જાગૃત નાગરિકોને ટકોર કરી હતી જોકે સમાચાર પ્રસિધ્ધ થતા ખાડાનું સમારકામ તંત્ર દ્વારા હાથધરવામાં આવ્યું છે

મોડાસા શહેરના માલપુર રોડ પર સહયોગ ચોકડી નજીક મેઘરજ રોડ પર જવાના સર્વિસ રોડ પર છેલ્લા કેટલાય સમયથી મસમોટો ખાડો પડ્યો છે જવાબદાર તંત્ર દ્વારા ખાડાનું સમારકામ અગમ્ય કારણોસર અધુરી છોડી દીધા પછી તંત્રએ જાણે હાથ અધ્ધર કરી લેતા ખાડાના પગલે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો જાણે મોતના ખાડા નજીકથી પસાર થતાં હોવાનો અહેસાસ અનુભવી રહ્યા હતા આ અંગે Mera Gujaratનો એક જાગૃત નાગરિકે સંપર્ક કરી ખાડો છેલ્લા કેટલાક મહિનાથી પૂરવામાં આવતો ન હોવાથી વાહન ચાલકોમાં ભય પ્રવર્તી રહ્યો હોવાનું જણાવતા આ અંગે સમાચાર પ્રસિધ્ધ કરતા GSRDCના અધિકારીઓ જવાબદારી માંથી છટકવાનો પ્રયત્ન કરી રોડ પર પડેલા ખાડા અંગેની બેદરકારી ઢાંકવાનો પ્રયત્ન કર્યો હોવાનું જાગૃત નાગરિકે જણાવ્યું હતું જોકે Mera Gujaratનો અહેવાલ પ્રસિધ્ધ થતાં જવાબદાર તંત્ર હરકતમાં આવ્યું હોવાની સાથે ખાડો પુરાવા કામગીરી હાથધરી હતી

જાગૃત વાહનચાલકોના જણાવ્યા અનુસાર,રોડ પર પડેલો ખાડો કોનો એની હુંસાતુંસીમાં પડ્યા વગર જવાબદાર તંત્ર દ્વારા ઝડપી ખાડાનું સમારકામ હાથ ધરવામાં આવેની તાતી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું અને આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરવા અંગે તજવીજ હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!