37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : લક્ઝરીમાં બેઠેલા આંગડિયા પેઢીના કર્મીઓને લૂંટવા ત્રણ આરોપીઓએ મસ્તીએ ચઢ્યા,પોલીસે...

અરવલ્લી : લક્ઝરીમાં બેઠેલા આંગડિયા પેઢીના કર્મીઓને લૂંટવા ત્રણ આરોપીઓએ મસ્તીએ ચઢ્યા,પોલીસે 1ને દબોચ્યો

0
57

ઉદેપુરથી અમદાવાદ લકઝરી બસમાં આંગડિયા પેઢીના કર્મીઓ 42 લાખના સોનાના દાગીના સાથે બેઠા,લૂંટારુ ગેંગનો એક આરોપી મુસાફર બન્યો,બે આરોપીઓ હોન્ડા સિટીમાં પીછો કર્યો
શામળાજી નજીક એક હોટલ પર લકઝરી ઉભી રહેતા બસમાં મુસાફરી કરતા આરોપી સાથે પાછળ પીછો કરતી હોન્ડા સીટીમાં આવેલા બે લૂંટારુઓએ મજાક મસ્તી કરી આગંડિયા કર્મીઓનો ધ્યાન ભટકાવી સોનાનો થેલો ઊંચકી લેતા આગંડિયા કર્મીઓએ પડકાર આપતાં બે લૂંટારુ ફરાર,એકને દબોચ્યો

શામળાજી પાસે મારૂતિનંદન રિસોર્ટ ખાતે પાર્શ્વનાથ ટ્રાવેલ્સની ગાડી મુસાફરોના ચા નાસ્તા માટે ઉભી હતી. તે દરમિયાન ટ્રાવેલ્સમાં અમદાવાદની આંગડિયા પેઢીના 42 લાખના સોનાના ઘરેણાં ભરેલી બેગની લૂંટનો ચપ્પાની અણીએ પ્રયાસ કરનાર આરોપીને શામળાજી પોલીસે દબોચી લીધો હતો. જોકે અમદાવાદથી ટ્રાવેલ્સ ગાડીનો ગાડી દ્વારા રેકી કરી પીછો કરનાર બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા. પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા મુંબઈના આરોપીએ એક માસ અગાઉ રાજસ્થાનના કાંકરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 84 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.

અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહેલી પાર્શ્વનાથ ટ્રાવેલ્સ ગાડી નં. DD03Q9866 માં અમદાવાદની આંગડિયા પેઢીમાં કામ કરતાં લોકો પોતાની પેઢીના 42 લાખના સોનાના ઘરેણાં ભરેલી બેગ રાખી ઉદેપુર પેઢીમાં જતા હતા. તે તે દરમિયાન રાત્રે આ ટ્રાવેલ્સ ગાડીમાં રઘુ બાલુ રામ કિષ્ના જાટ રહે. હાઈટ પાર્ક બિલ્ડીંગની બાજુમાં સેક્ટર 12 ખારધર મુંબઈ રહે. ફલીચડા ખેડી તા.માવલી જિ.ઉદેપુરનો શખ્સ પણ પાર્શ્વનાથ ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહ્યો હતો. દરમિયાન તેની સાથેના સહ આરોપી કિશન ગાડરી અને શંકરભાઈ સુડીરામ જાટ ગાડી નંબર MH0 2AB4685 લઈ ટ્રાવેલ્સની ગાડીમાં પાછળ રેકી કરી રહ્યા હતા.

દરમિયાન ટ્રાવેલ્સ શામળાજી વિસ્તારમાં મારૂતિનંદન રિસોર્ટ ખાતે ચા પાણી માટે ઉભી રહેતા ગાડીમાં બેઠેલો શખ્સ કિશન ગાડરી પોતાના મિત્ર રઘુરામ જાટ સાથે ટ્રાવેલ્સ બસમાં બેસ્યો હતો અને આંગડિયા પેઢીના માણસોની નજર ચૂકવી સોનાના ઘરેણાં ભરેલી બેગ ઝૂંટવી કિશન ગાડરી ભાગવા જતાં આંગડિયા પેઢીના લોકોને જાણ થતાં તેની પાસેથી બેગ ઝૂંટવી લઇ પડકાર કરતાં કિશન ગાડરી ભાગી ગયો હતો.

ત્યારબાદ ફરીથી ટ્રાવેલ્સમાં બેઠેલો રઘુ બાલુરામ ક્રિષ્ના જાટ તેના ખિસ્સામાં રહેલું ચપ્પુ કાઢી આંગડિયા પેઢીના લોકો સાથે ઝપાઝપી કરી દાગીનાની લૂંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન શામળાજી પીઆઇ ડીંડોર અને પીએસઆઇ ચૌધરીને જાણ થતાં તેઓ તાત્કાલિક મારૂતિનંદન રિસોર્ટ ખાતે પહોંચી ગયા હતા અને લૂંટના ઇરાદે આવેલા આરોપી રઘુ બાલુરામ ક્રિષ્ના જાટને ઝડપી પાડ્યો હતો. જોકે ટ્રાવેલ્સની ગાડી ની રેકી કરી ગાડી દ્વારા પીછો કરનાર બંને ભાગી છૂટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!