31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ ‘ન્યાય’ શબ્દ લખીને એક તબીબ ની સૂરતમાં આત્મહત્યા, ઘૂંટાતું રહસ્યા

‘ન્યાય’ શબ્દ લખીને એક તબીબ ની સૂરતમાં આત્મહત્યા, ઘૂંટાતું રહસ્યા

0
93

સુરતના ગોડાદરા વિસ્તારમાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની હોટલ નેસ્ટના રૂમ નંબર 8 માં એક ડોક્ટરે સુસાઈડ નોટ લખી ઇન્જેક્શન મારફતે પોતાનું જીવન અંત કર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ 33 વર્ષીય ડોક્ટર ભાવેશ કવાડ તરીકે થઈ છે, જે કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે કાર્યરત હતા.

મળતી માહિતી અનુસાર, ડોક્ટર ભાવેશે 9 નવેમ્બરની મધરાતે હોટલમાં ચેક ઈન કર્યું હતું, પરંતુ બીજા દિવસે ચેકઆઉટ ન કરતાં હોટલ સંચાલકને શંકા થઈ હતી. પોલીસે દરવાજો ખોલતા અંદર ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી હતી, જેમાં પત્ની ધારાનું નામ સાથે “I Love Dhara” તેમજ એક અલગ પાનામાં “ન્યાય” શબ્દ લખેલો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, ડોક્ટરે એનેસ્થેશિયાનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલમાં ગોડાદરા પોલીસે આત્મહત્યાનું કારણ અને “ન્યાય” શબ્દનો અર્થ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના કહેવા પ્રમાણે, ઘરેલુ વિવાદને કારણે ડોક્ટરે આ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!