31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : પ્રાંત અધિકારીઓ દ્વારા છેલ્લા 5 વર્ષમાં થયેલા હુકમની યોગ્ય રીતે...

અરવલ્લી : પ્રાંત અધિકારીઓ દ્વારા છેલ્લા 5 વર્ષમાં થયેલા હુકમની યોગ્ય રીતે અસર મામલતદારોએ આપી છે કે નહીં?

0
100

પ્રાંત અધિકારી દ્વારા કરવામા આવતા હુકમને અમલીકરણ અધિકારીઓ યોગ્ય રીતે વાંચે છે ખરા?
યોગ્ય રીતે અસર ન આપવામાં આવતા, અરજદારોએ ફરીથી અરજી કરવાનો વારો આવે છે
છેલ્લા 5 વર્ષમાં એવા કેટલા હુકમ થયા છે, કેટલા હુકમની યોગ્ય અસર આપવામાં આવી?
તમામ મામલતદાર કચેરીઓએ છેલ્લા 5 વર્ષના હુકમ યોગ્ય રીતે વાંચ્યા છે કે કેમ?

રાજ્ય સરકાર દ્વારા મહેસુલી કામગીરીને સરળ બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે જો કે મહેસુલી કામગીરીની આંટીઘૂંટી વચ્ચે અધિકારીઓની કેટલીક નિષ્કાળજી ને કારણે તેનો ભોગ સીધી રીતે અરજદારો બને છે. ઉચ્ચ અધિકારીઓ એટલે કે, પ્રાંત અધિકારી અરજદારોના કેસો તેમજ અન્ય અરજી સંબંધિત સુનાવણી કરીને હુકમ કરતા હોય છે, જોકે તેની અમલવારી નીચેના વિભાગોની હોય છે, પણ ઘણાં કિસ્સામાં યોગ્ય રીતે અમલવાર થતી નથી. ખાસ કરીને મોડાસા અને બાયડ પ્રાંત વિભાગ દ્વારા જે હુકમ કરવામાં આવતા હોય છે, જે હુકમ યોગ્ય રીતે વાંચવાનું મામલતદાર કચેરીના અધિકારીઓ મુનાસિબ સમજતાં નથી, આવું ધ્યાને આવ્યું છે.

અરવલ્લી જિલ્લામાં બે પ્રાંત કચેરી છે જેમાં મોડાસા અને બાયડ નો સમાવેશ થાય છે. આ વિભાગ દ્વારા અરજદારોની તકરારી તેમજ આરટીએસના કેસની સુનાવણી થતી હોય છે ત્યારબાદ પ્રાંત વિભાગ દ્વારા જે હુકમ કરવામાં આવતો હોય છે તે, હુકમની અમલવારી કરવાની સીધે સીધી જવાબદારી મામલતદાર કચેરીઓની હોય છે. જોકે મામલતદાર કચેરીના અધિકારીઓ કર્મચારીઓ યોગ્ય રીતે હુકમ વાંચતા નથી, જેથી હુકમની યોગ્ય રીતે અસર આવતી નથી. મોડાસા અને બાયડ પ્રાંત વિભાગ દ્વારા છેલ્લા 2020-21 થી 2025 સુધીમાં કેટલા હુકમ કર્યા છે અને તે હુકમની યોગ્ય રીતે અસર આપવામાં આવી છે કે, નહીં તે તપાસ કરવી જોઈએ. પ્રાંત અધિકારી દ્વારા જે હુકમ કરવામાં આવતો હોય છે તે હુકમ યોગ્ય રીતે મામલતદાર કચેરી દ્વારા વાંચવામાં આવતો નથી અને તેની અસર યોગ્ય રીતે ન આપવાને કારણે આખરે હાલાકીઓ અરજદારને પડતી હોય છે અને જ્યારે ખબર પડે ત્યારે ફરીથી અરજી કરવાનો વારો આવતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!