29.8 C
Gujarat
Monday, August 31, 2026
Home ગુજરાત અરવલ્લી: સિટી સર્વેમાં ‘મંગળ’ વાર નો દિવસ એટલે નોંધનો ભાવ High !!!!...

અરવલ્લી: સિટી સર્વેમાં ‘મંગળ’ વાર નો દિવસ એટલે નોંધનો ભાવ High !!!! સિટી સર્વેમાં કોઈને કોઈ જ તકલીફ નથી

0

અરવલ્લી જિલ્લાની સિટી સર્વે ઓફિસમાં વહીવટી ચાલે છે, તે હવે જગ જાહેર થયું છે. લોકોની નોંધ નહીં પડતી હોવાની ફરિયાદો અને રૂપિયા લેવાતા હોવાની ચર્ચાઓ વચ્ચે કચેરીમાં ઉથલ-પાથલ થવા લાગી છે. લોકોને સુવિધાના નામે માત્ર ધક્કા જ ખાવા પડે છે, જોકે ઉચ્ચ અધિકારીઓ કોઈ જ ધ્યાન ન આપતા હોવાથી સેવા સેતુ જેવા કાર્યક્રમો હવે તાયફા થતાં હોય, તેવું લાગી રહ્યું છે. આ સાથે જ સિટી સર્વેમાં મંગળવારનો દિવસ એટલે નોંધનો રેટ હાઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

મોડાસા સિટી સર્વેમાં જેવો માણસ એવો ભાવ ચાલતો હોવાની માહિતીઓ અહીં આવતા અરજદારો તેમજ સુત્રો પાસેથી મળી રહી છે. જો અરજન્ટ ન હોય, તો મનફાવે તેવો જવાબ મળે અને જો ઈમરજન્સીમાં નોંધ પડાવવી હોય, તો નિયત સમય મુજબ નોંધ પડે, પણ તેનો ભાવ 1 હજાર થી લઈને 2500 રૂપિયા ચાલતો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જોકે આમાં તથ્ય શું છે, તેતો અધિકારીઓએ છુપી રીતે, દલાલો અને અરજદારોનો સંપર્ક કરવો પડે.

છેલ્લા ઘણાં સમયથી અરવલ્લી જિલ્લાની સિટી સર્વે ઓફિસમાં અરજદારો હેરાન-પરેશાન થઈ રહ્યા છે, વાત ત્યાં સુધી પહોંચી છે કે, એક કર્મચારીને તો કંઈ જ આવડતું નથી, ને તેમને ત્યાં પોસ્ટિંગ આપી દેવાયું છે, જો 90 ટકા કામ કર્યું હોય, અને લાઈટ બંધ થઈ તો ગયા… સમજો… ફરીથી એક કલાક પુરો થઈ જાય, પણ અરજદારનું કામ ન થાય. અરજદારોને આ કાગળ લાવો, પેલા લાવો, તેમ કરીને ધક્કા ખવડાવવામાં આવે છે, અને વહીવટી તો ખરો જ. હવે આ બાબતે જિલ્લા કલેક્ટર ક્યારે લોકોની સમસ્યાઓ સમજશે, તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!