31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી રેવન્યુ માં મીઠી વાતો કરતા ગોળાકાર અધિકારીને લઇને રોષ, નોંધ નો...

અરવલ્લી રેવન્યુ માં મીઠી વાતો કરતા ગોળાકાર અધિકારીને લઇને રોષ, નોંધ નો ખેલ….!!!

0
126

અંકિત ચૌહાણ-જય અમીન
અરવલ્લી જિલ્લામાં હવ ભ્રષ્ટાચાર ટેકરી, ડુંગરી પર નહીં હિમાલય સુધી પહોંચી ગયો છે. ભ્રષ્ટ બાબુઓના રૂપિયા સાથેના લગાવને દૂર કરવાની એવી કોઈ લગામ નથી, જેને કારણે અધિકારીઓ બેફામ બન્યા છે. અરવલ્લી જિલ્લામાં એક રેવન્યુ વિભાગમાં ગોળાકાર અધિકારીની બૂમો ઉઠવા પામી છે, જે નોંધ પાડવાને લઇને ચર્ચાઓમાં આવ્યો છે. ટૂંક સમયમાં જાગૃત અરજદારો રોષ વ્યક્ત કરે તો નવાઈ નહીં.

દિવાળી સમયે ગરાકી નહીં, તેવી વાતો કરતા અધિકારીઓ હવે નોંધ નામંજૂર થશે તેવી ગર્ભિત વાતો કરતા, અરજદારોમાં નારાજગી જોવા મળી રહી છે. ગોળાકાર સ્વભાવે મીઠાશભરી વાતો કરીને મૂળિયા ઊંડો સુધી દબાવી દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે પણ આવા ભ્રષ્ટાચારનો અમૃતરસ ચાખનાર હવે અમૃતરસની દુકાનો ચલાવતા થઈ ગયા છે. સરકાર લાખો રૂપિયાનો પગાર આપે છે પણ આવા ભ્રષ્ટાચાર અધિકારીઓને જાણે કોઈ ધરો જ ન હોય, તેવું સ્પષ્ટ લાગે છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!