31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : બુટલેગરોની કારની રફ્તારથી કમલમ્ સામે બાજકોટમાં ફફડાટ,પોલીસ સ્ટેશનમાં અરજી આપી,રફ્તારના...

અરવલ્લી : બુટલેગરોની કારની રફ્તારથી કમલમ્ સામે બાજકોટમાં ફફડાટ,પોલીસ સ્ટેશનમાં અરજી આપી,રફ્તારના દ્રશ્યો યથાવત

0
99

બાજકોટના જાગૃત નાગરિકોએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં દારૂ ભરેલી કારો પૂરઝડપે પસાર થતી હોવાની એક મહિના અગાઉ અરજી આપી
22 માર્ચ 2015માં શામળાજી PSI એ.કે.વાળા પર બુટલેગરે કાર ચઢાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા,પોલીસકર્મીઓ પર કાર ચઢાવી કચડી નાખવાના પણ અનેક પ્રયાસ થઈ ચૂક્યા છે
અરવલ્લી જીલ્લા કમલમ્ કાર્યાલય નજીક સાયરા તરફથી અને બાયપાસ રોડ પરથી દારૂ ભરેલ વાહનો બાજકોટના માર્ગે હવામાં ઓગળી જાય છે
દારૂ ભરેલી કારનો પોલીસ પીછો કરે ત્યારે બુટલેગરો અંતરિયાળ વિસ્તારોના જાણકાર હોય તેમ ગ્રામ્ય વિસ્તારના માર્ગો પરથી દારૂ ભરેલ વાહન હંકારી મૂકી પોલીસને હાથતાળી આપી રહ્યા છે
બાજકોટ ગામના લોકો દારૂ ભરેલ વાહનોની અડફેટે આવવાના ડરે રાત્રિના સુમારે ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે

અરવલ્લી જીલ્લાને અડીને આવેલ આંતરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે બુટલેગરો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવી રહ્યા છે બુટલેગરો પોલીસ પકડથી બચવા માટે પૂરઝડપે દારૂ ભરેલ વાહન હંકારી લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે અનેક દારૂ ભરેલ વાહનોએ અકસ્માત સર્જી નિર્દોષ લોકોનો જીવ લઇ ચુક્યા છે છેલ્લા કેટલાક સમયથી બુટલેગરો અંતરિયાળ વિસ્તારના માર્ગોનો ઉપયોગ કરી મોડાસાથી અમદાવાદ,
ગાંધીનગર, નડિયાદ અને સૌરાષ્ટ્ર સુધી લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહ્યા છે અરવલ્લી જીલ્લામાંથી રાત્રિના સુમારે અનેક લક્ઝુરિયસ કારમાં દારૂની લાઇન મારફતે વિદેશી દારૂ રાજ્યના નિયત સ્થળે ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બૂમ ઉઠી છે ત્યારે દારૂની લાઇન કોના ઇશારે ચાલી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે

મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલ કમલમ્ કાર્યાલયને અડીને આવેલા બાજકોટ ગામમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ ભરેલી પસાર થતી લક્ઝુરિયસ કારનો ખોફ જોવા મળી રહ્યો છે સમયાંતરે રાત્રિના ૯ વાગ્યા બાદ બુટલેગરો સાયરા તરફથી બેફામ ઝડપે દારૂ ભરેલી કાર બાજકોટ ગામમાંથી ફૂલસ્પીડે હંકારી હવામાં ઓગળી રહ્યા છે બાજકોટ ગામમાં રહેતા લોકોમાં હવાની તેજ ગતિએ પસાર થતી દારૂ ભરેલ લક્ઝુરિયસ કારોથી જાનહાની થવાનો ભય જોવા મળી રહ્યો છે દારૂ ભરેલ લક્ઝુરિયસ કારની રફ્તારથી અકસ્માતની ઘટનાઓ સહેજ માટે બનતા રહી જતા ગામલોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નવરાત્રી દરમિયાન ગામના જાગૃત નાગરિકોએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાનું જણાવ્યું હતું જોકે અરજીની કોપી ફરજ પર હાજર પોલીસકર્મીએ આપી ન હતી તેમજ જાગૃત યુવક ને ફરજ પર હાજર પોલીસે દમદાટી આપી હતી અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં દારૂ ભરેલ વાહનો બેફામ પસાર થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે બુટલેગરો જીવના જોખમે પૂરઝડપે વિદેશી દારૂ ભરેલ કાર હંકારી નિર્દોષ લોકોની જીંદગી સામે જોખમ ઉભી કરવાની સાથે મોતને ઘાટ પણ ઉતારી રહ્યા છે

બુટલેગરો દારૂ ભરેલી કાર ચલાવવામાં નિષ્ણાંત યુવાનોને મસમોટો પગાર આપી નોકરીએ રાખતાં હોય છે
ગુજરાતમાં દારૂ ભરેલી કાર જ્યારે પસાર થાય ત્યારે જિલ્લા પોલીસ,લોકલ ક્રાઇમ બ્રાંચ કે સ્ટેટ મોનીટરીગ સેલ જેવી એજન્સીઓ દ્વારા અનેકવાર બાતમીને આધારે કાર્યવાહી કરવા માટે નાકાબંઘી કે પીછો કરવામાં આવે છે. આવા સમયે પોલીસથી બચવા અને દારૂનો નક્કી કરેલા સમયે પહોંચે તે માટે કાર ચલાવવા માટે કાર ચલાવવામાં નિષ્ણાંત ડ્રાઇવરને કામગીરી સોંપે છે. સાથે સાથે બુટલેગરો આ માટે નવી ટેકનોલોજી વાળી ગાડીઓનો ઉપયોગ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!