25.8 C
Gujarat
Tuesday, September 29, 2026
Home ગુજરાત અરવલ્લી : મેઘરજ શ્રી જોધપુર સ્વીટ માર્ટમાંથી ખરીદતા પહેલા વિચારજો, 50 હજારનો...

અરવલ્લી : મેઘરજ શ્રી જોધપુર સ્વીટ માર્ટમાંથી ખરીદતા પહેલા વિચારજો, 50 હજારનો દંડ

0

અરવલ્લી જીલ્લામાં ઠેર ઠેર મીઠાઈ અને નમકીનના શોરૂમ ખોલી દઈ લોકોના સ્વાસ્થ્ય સાથે લેભાગુ વેપારીઓ ચેડા કરી રહ્યા છે નકલી માવો, તેલ અને અખાદ્ય પદાર્થોમાં એસેન્સ ઉમેરી મીઠાઈઓ અને નમકીન વેચાણનો બેફામ કાળો કારોબાર ધમધમી રહ્યો છે પ્રજાજાનોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તંત્રને પણ મીઠાઈ માફિયાઓ ગાંઠતાં નથી ત્યારે મેઘરજ નગરમાં આવેલ શ્રી જોધપુર સ્વીટ માર્ટમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લિધેલ ચવાણું સેમ્પલમાં કેમિકલ કલર મળી આવતા 50 હજારનો દંડ ફાટકર્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સની દંડા ત્મક કાર્યવાહીથી લેભાગુ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે

મેઘરજની શ્રી જોધપુર સ્વીટ માર્ટ માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરજના ભાગરૂપે મીઠાઈ અને ચવાણાના સેમ્પલ લઇ વડોદરા ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા જેમાં મિક્સ ચવાણામાંથી સિન્થેટિક ફૂડ કલર ટેટ્રાઝીન અને બ્રિલિયન્ટ બ્લુની માત્રા મળી આવતા સબ સ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવતા તંત્રએ 50 હજારનો દંડ ફાટકર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!