31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : દિલ્હી બ્લાસ્ટના પગલે મોડાસામાં LCB અને SOG ની તપાસનો ધમધમાટ,સુરક્ષા...

અરવલ્લી : દિલ્હી બ્લાસ્ટના પગલે મોડાસામાં LCB અને SOG ની તપાસનો ધમધમાટ,સુરક્ષા એજન્સીઓની બાજ નજર

0
160

મોડાસામાંથી 4 મહિના અગાઉ અલકાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ (AQIS) સાથે સંકળાયેલ સૈફુલ્લા કુરેશીને ATSએ ઝડપી લીધો હતો

દિલ્લી બ્લાસ્ટના પગલે અરવલ્લી જીલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિવિધ એજન્સીઓએ મોડાસા શહેર સહિત સમગ્ર જીલ્લામાં ચેકિંગ હાથધરવામાં આવ્યું છે છેલ્લા બે દિવસથી મોડાસા શહેરમાં જીલ્લા એલસીબી અને એસઓજીની વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથધર્યું છે મોડાસા શહેર અગાઉ સિમી સંગઠનના પગલે બદનામ થઈ ચૂક્યું છે થોડા મહિના અગાઉ AQIS સાથે સંકળાયેલ એક આતંકી મળી આવતા સુરક્ષા એજન્સીઓની મોડાસા શહેર પર બાજ નજર હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી

મોડાસા શહેરમાં LCB PI એચ.પી.ગરાસિયા અને SOG PI ડી.કે.વાઘેલા તેમજ મોડાસા ટાઉન PI ડી.બી.વાળા અને તેમની ટીમે દિલ્હી બ્લાસ્ટની ઘટનાના પગલે મોડાસા શહેરમાં કડક ચેકિંગ હાથધરી ભૂતકાળમાં સિમી સંગઠન સાથે સંકળાયેલ લોકોની પૂછપરછ હાથધરી હતી મોડાસા શહેરમાં આવેલ મદરેશાઓ તેમજ અન્ય રાજ્યમાંથી રહેતા લોકો અને વિદેશી નાગરિકો તેમજ ગેસ્ટ હાઉસ સહિત શંકાસ્પદ સ્થળોએ તપાસ હાથધરી હતી

મોડાસા શહેરમાં ચાર મહિના અગાઉ સોશ્યલ મીડિયા માધ્યમથી અલકાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટીનેન્ટ AQIS સાથે જોડાયેલા 4 જેહાદીઓને સુરક્ષા એજન્સીઓ દબોચી લીધા હતા
દિલ્હી, નોઇડા, અમદાવાદ માંથી ત્રણ અને મોડાસાના શહેરના
સૈફુલ્લા કુરેશીને દબોચી લીધો હતો સૈફુલ્લા કુરેશી રાત્રિ સમયે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી સોશિયલ મીડિયામાં અલકાયદાના મોડ્યુલ પર કામ કરતો હોવાનું તપાસમાં બહાર આવતા સમગ્ર શહેરમાં સન્નાટો વ્યાપી ગયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!