31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા સેવા સદનમાં સવારે પહોંચેલી ટીમને એકપણ મચ્છર ન મળ્યો !!!!...

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં સવારે પહોંચેલી ટીમને એકપણ મચ્છર ન મળ્યો !!!! કોઈની પાસે કોઈ વિકલ્પ છે ખરો ?

0
52

સવારના સમયે મચ્છર શોધવા વિવિધ ટીમ કચેરીઓ ખુંદી વળી છતાં મચ્છર ન દેખાયા, અરે સાહેબો, સાંજે જાઓ તો ખબર પડે…
ઉચ્ચ અધિકારીઓએ રાત્રી ચોકી કરતા ગાર્ડ ની કે અહીં કામ કરતા સેવકોની ક્યારેય દરકાર કરી છે ખરી ?
શિયાળાના સમયે અંધારી જલદી થાય, 5.30 વાગ્યે અંધારૂ થતાં, જ સેવકો મચ્છરને ભગાવવા માટે ઉઠાવે છે જહેમત
મચ્છરનો ઉપદ્રવ એટલે ગંદકી અથવા તો અન્ય કોઈ…..
કોઈ કરશે, અમારા સેવકો અને સિક્યોરિટી ગાર્ડીની દરકાર….?

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લા સેવા સદનમાં સાંજના સમયે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે, જોકે જાણવા મળ્યું કે, મચ્છરોમાં પણ ક્વોલિટી હોય છે, જેમાં કેટલા પ્રકારના મચ્છરથી મેલેરિયા થાય છે, અને કેટલાક પ્રકારના મચ્છર ના કરડવાથી માત્ર ખંજવાળ આવે અને ડમરૂ થઈ જાય. આવું સવારના સમયે ફરતી તપાસ ટીમ પાસેથી જાણવા મળ્યું હતું, જોકે આ ટીમને સવારે એકપણ મચ્છર દેખાયો જ નહીં.

અરવલ્લી જિલ્લા સેવા સદનના ભોંયતળિયે સાંજના સમયે એક મિનિટ પણ બેસી શકાય તેવી સ્થિતિ નથી. બુમો પાડી પાડીને થાકી ગયા કે, જે પણ તપાસ અથવા તો મચ્છરને શોધવા માટે જાય, તે ટીમ સાંજના સમયે પહોંચે, જોકે આ ટીમ સવારના સમયે પહોંચી જતાં, મચ્છરો મળ્યા નથી. હવે તપાસ ટીમ શું રીપોર્ટ કરશે, તે જોવું રહ્યું હતા. તો અહીં બેસતા સેવકો, ગાર્ડ તેમજ ગાડી ચાલકોને મચ્છરોનો ત્રાસ સહન કરવો જ રહ્યો. અધિકારીઓએ તેમના કર્મચારીઓની ચિંતા કરવી જોઈએ, કારણ કે, મચ્છર તો કોઈને પણ કરડી શકે છે.

અરવલ્લી જિલ્લા સેવા સદન એવું સ્થળ છે, જ્યાંથી સમગ્ર જિલ્લાનું સંચાલન કરી શકાય છે, જોકે અહીં કામ કરતા અને સેવા સદનની સુરક્ષામાં 24 કલાક ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ અધિકારીઓએ કરવી જોઈએ. કારણ કે, રાત્રીના સમયે આપણે ઘરે મચ્છર ભગાવવાના કેટલાય નુસખાં અપનાવીએ છીએ, પણ અહીં તો આ કર્મચારીઓ પાસે આવો કોઈ જ વિકલ્પ નથી. સિવાય કે, મોડાસા નગર પાલિકા અથવા તો આરોગ્ય વિભાગ કોઈ ઠોસ પગલા ભરે. બાકી તો કેટલાય મચ્છર આવ્યા અને ઉડી ગયા અને કેટલાય ને ડંખ મારી ગ્યા….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!