30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ ત્રણ કારમાંથી 10.65 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો,માલપુર પંથકમાં દારૂની...

અરવલ્લી : LCBએ ત્રણ કારમાંથી 10.65 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો,માલપુર પંથકમાં દારૂની લાઇન ચાલતી હોવાની ચર્ચા

0
65

LCBએ પોલીસે માલપુરના વાંકાનેડા પાસેથી બે કારમાંથી 8 લાખ અને શામળાજી નજીક એક કારમાંથી 2.61 લાખનો શરાબ જપ્ત કર્યો

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્રએ બૂટલેગરો સામે લાલ આંખ કરી છે નાના- મોટા વાહનોમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવામાં તંત્ર સફળ રહ્યું છે જીલ્લાના મુખ્યમાર્ગો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં
ટ્રેક કન્ટેનરો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ઇસરી,મેઘરજ અને માલપુરના અંતરિયાળ વિસ્તારો બુટલેગરો માટે સ્વર્ગ સમાન બની રહ્યા છે વહીવટદારો ની મિલિભગતથી બુટલેગરો બિંદાસ્ત બન્યા છે SP મનોહરસિંહ જાડેજા દારૂની લાઇન અંગે અંદરખાને તપાસ ચલાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવી શકે છે

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ ગરાસિયા અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્રાટકી બે કારમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપી પાડતા માલપુર પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે ક્રેટા કારમાંથી 4.40 લાખ અને સ્વિફ્ટ ગાડીમાંથી 3.64 લાખનો દારૂ જપ્ત કરી સ્વિફ્ટ કાર ચાલક બુટલેગર કલ્પેશ કમજી ડામોર(રહે,કંટાળું) ને દબોચી લીધો હતો કેતન અળખા ડામોર ફરાર થઈ ગયો હતો LCBએ બંને કારમાંથી મળી આવેલ દારૂ,કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.18.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એલસીબીએ વધુ એક સપાટો બુટલેગરો સામે બોલાવ્યો હતો શામળાજી પોલીસને ઉંઘતી રાખી સામેરા ગામની સીમમાંથી બાતમીના આધારે એસએક્સ ફોર કારમાંથી 2.61 લાખનો શરાબ સહિત 7.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાકેશ શંભુ હોથા (અણસોલ) અને કિરપાલસિંહ કેશરીસિંહ જાડેજા (દેહેગામડા)ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!