30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી ની શાળાઓમાં લગાવેલ ફરિયાદ પેટીની હાલત કેવી? કોણ-કેટલીવાર ખોલતું હશે?

અરવલ્લી ની શાળાઓમાં લગાવેલ ફરિયાદ પેટીની હાલત કેવી? કોણ-કેટલીવાર ખોલતું હશે?

0
73

અંકિત ચૌહાણ-જય અમીન
શાળાઓમાં બનતી નાની મોટી ઘટનાઓને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લાની કેટલીક અથવા તો વિવિધ શાળાઓમાં ફરિયાદ પેટી મૂકી હશે, તેમાંની મોડાસા શહેરી વિસ્તારમાં પણ આ પ્રકારે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ પેટી આપવામાં આવી હતી, જ્યાં શાળાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ ફરિયાદ પેટી દિવાલ ઉપર લગાવી છે. જોકે આ ફરિયાદ પેટી કોણ ખોલે છે અને કોની દેખરેખમાં આવે છે તેની કોઈ, જાણ નથી, પરંતુ અરવલ્લી જિલ્લા પોલીસ ના સ્ટીકર સાથેની આ ફરિયાદ પેટી ની હાલત દયનિય બની છે.

અરવલ્લી જિલ્લા પોલીસે સારા આશય સાથે શાળાઓમાં ફરિયાદ પેટીઓ શાળાઓને આપી હશે અથવા તો પોલિસે લગાવી હશે બાળક સાથે જો કોઈ ઘટના સર્જાય અથવા તો બાળકને કોઈ ડર સતાવતો હોય, તો બાળક પોતાની ફરિયાદ લખીને આ પેટીમાં નાખી શકે. આ ફરિયાદ પેટી શિક્ષકો માટે પણ હોઈ શકે છે, જે બાળકો અથવા તો શિક્ષકો પોતાની આપવીતિ જાહેરમાં વ્યક્ત કરી શકતા ન હોય, તો ફરિયાદ પેટીમાં ફરિયાદ પોસ્ટ કરીને પોલિસની મદદ માંગી શકતા હોઈ શકે છે. જેને લઈને શાળાઓમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી હશે, એવું પણ માનવામાં આવી રહ્યું છે.

અચાનક Mera Gujarat ની નજર મોડાસા શહેરની એક શાળામાં લગાવેલી ફરિયાદ પેટી પર પડી, જેની હાલત ખૂબ જ દયાની બની છે. અહીં ફરિયાદ પેટી ઉપર કોઈપણ પ્રકારનું લોક અથવા તો ફરિયાદ સુરક્ષિત રહી શકે તેવું આ ફરિયાદ પેટી ઉપરથી લાગતું નથી, ત્યારે સવાલ એ થાય છે કે, એક વખત ફરિયાદ પેટી લાગી તો ગઈ પણ આની જાળવણી કરવાની જવાબદારી કોની? શું સ્થાનિક પોલિસ આ ફરિયાદ પેટીનું સંચાલન કરતું હશે કે કેમ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!