30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા તાલુકાના બે BLOએ ધીમી કામગીરી કરતા મતદાન નોંધણી અધિકારીએ...

અરવલ્લી : મોડાસા તાલુકાના બે BLOએ ધીમી કામગીરી કરતા મતદાન નોંધણી અધિકારીએ કારણદર્શક નોટિસ ફટકારી

0
70

અરવલ્લી જીલ્લા સહિત મોડાસા તાલુકામાં મતદાર સુધારણા કાર્યક્રમ (SIR)ની કામગીરીને ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે જેમાં શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓને મતદાર સુધારણાની જવાબદારી સોંપવામાં આવી છે મોડાસા તાલુકાના ખલીકપુર-1 અને ખલીકપુર-2ના બીએલઓને EF ફોર્મ ભરાવામાં બેદરકારી દાખવતા મતદાર નોંધણી અધિકારીએ કારણદર્શક નોટીસ ફટકારી બે દિવસમાં ધીમી કામગીરી અંગે ખુલાસો માંગતા બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે

ગુજરાત રાજ્યમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથધરવામાં આવ્યો છે અરવલ્લી જીલ્લાના 31-મોડાસા વિધાનસભામાં સમાવિષ્ટ વિસ્તાર ભાગ નંબર- 196 ખલીકપુર-1ની કામગીરી કરતા બીએલઓ શૈલેષભાઈ પટેલ અને ભાગ નંબર-197 ખલીકપુર-2ના અંજનાબેન પટેલને મતદાર નોંધણી અધિકારીએ બીએલઓની કામગીરીમાં સમય મર્યાદામાં ઓછા પ્રમાણમાં કરતા સમય મર્યાદામાં કામગીરી કરવા માટે બંને બીએલઓને તંત્ર દ્વારા વારંવાર ટેલિફોનિક જાણ કરવા છતાં નિષ્કાળજી દાખવી ખુબ જ ઓછા પ્રમાણમાં EF ફોર્મ ઓનલાઈન ડિજિટાઈઝ્ડ કરેલ હોઈ અને ડિજિટાઈઝ્ડ કરવા માટે તંત્રએ મદદરૂપ થવા જણાવતા બંને બીએલઓએ મતદારના કોઈપણ ફોર્મ વિગતો સહ ભરેલ ન હોવાનું બહાર આવતા ચૂંટણીની કામગીરીમાં વિલંબ કરતા બે દિવસમાં ખુલાસો કરવા નોટીસ ફટકારી શિક્ષાત્મક પગલાં લેવા આવશેની તાકીદ કરી ચૂંટણીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા નોટિસમાં જણાવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!