29.2 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા GECના પ્રોફેસરે વિદ્યાર્થીઓને પાસ કરવા મેસેજ કરી બીભસ્ત માંગ...

અરવલ્લી : મોડાસા GECના પ્રોફેસરે વિદ્યાર્થીઓને પાસ કરવા મેસેજ કરી બીભસ્ત માંગ કરતા હોબાળો

0
44

અરવલ્લીમાં શિક્ષણને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક પ્રોફેસરે એક વિદ્યાર્થિનીને બિભત્સ માંગણી કરતા મેસેજ મોકલ્યા હતા. જે કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થિની પાસે પ્રોફેસર દ્વારા આવી માંગણી કરતા સમયે પ્રોફેસરે તેને પાસ કરી દેવાની વાત પણ કરી હતી. જેથી પાસ કરાવવા માટે આ પ્રોફેસર દ્વારા અનેક વિદ્યાર્થિનીઓનું શોષણ કરવામાં આવ્યું હોય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

વિદ્યાર્થિનીને આપી પાસ કરાવી આપવાની લાલચ
ઘટનાની મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજના એક પ્રોફેસરે એક વિદ્યાર્થિનીને બિભત્સ માંગણી કરતા મેસેજો કર્યા હતા. તેમણે પોતાની માંગણી સંતોષવા માટે પાસ કરાવી આપવાની લાલચ પણ વિદ્યાર્થિનીને આપી હતી. આ ઘટનાની જાણ થયા બાદ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

વિદ્યાર્થિનીઓના સમર્થનમાં હોબાળો મચાવવામાં આવ્યો
પ્રોફેસરે વિદ્યાર્થિનીને બિભત્સ મેસેજ કરતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો હતો. એબીવીપી દ્વારા વિદ્યાર્થિનીઓના સમર્થનમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. બિભત્સ માંગણી કરનારો પ્રોફેસર મનીષ ચૌહાણ હાલ ફરાર છે. આ વિદ્યાર્થિનીની સાથે થયેલી વોટ્સએપ ચેટ પણ સામે આવી છે. પ્રોફેસર મનીષ ચૌહાણે એક જ અઠવાડિયામાં ત્રણ વિદ્યાર્થિનીને આ પ્રકારના બિભત્સ મેસેજ કર્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવતા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવી છે.

કાર્યવાહી કરવાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો
સરકારી ઈજનેર કોલેજના પ્રિન્સિપાલે કાર્યવાહી કરવાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો છે. આવી ઘટનાથી હજારો વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. આવા લંપટ પ્રોફેસર સામે શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલા લે છે તે જોવું રહ્યું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જો પોલીસ ફરિયાદ થાય તો આ પ્રોફેસર સામે સંસ્થાકીય સાથે સાથે કાયદાકીય પગલા લેવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!