29.2 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines પેઢીનામાં માટે સોગંદનામું ફરજિયાત!! અરવલ્લી જિલ્લામાં મહેસૂલ વિભાગના પરિપત્રનો ઉલાળિયો!!

પેઢીનામાં માટે સોગંદનામું ફરજિયાત!! અરવલ્લી જિલ્લામાં મહેસૂલ વિભાગના પરિપત્રનો ઉલાળિયો!!

0
87

અરવલ્લી જિલ્લામાં મહેસૂલ વિભાગમાં ડામાડોળ!!
જિલ્લાની વિવિધ મામલતદાર કચેરી અને તલાટી કચેરીઓમાં અરજદારો ને હાલાકી??
પેઢીનામાં માટે સોગંદનામું જરૂરી કે બિનજરૂરી?
સરકારના મહેસૂલ વિભાગનો પરિપત્ર સાચો કે ખોટો?
જો સાચો હોય, તો અત્યારસુધીમાં કેટલા અરજદારો પાસે પેઢીનામાં માટે સોગંદનામા લેવાયા?
જો પરિપત્ર સાચો હોય, અને સોગંદનામા લેવાયા હોય તો બેજવાબદાર કોણ?
શું બેજવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ?

રેવન્યુ વિભાગ સતત ચર્ચામાં રહે છે કોઈને કોઈ રીતે અરજદારોને હેરાનગતિ થતી હોય તેવી બૂમો અરવલ્લી જિલ્લામાં સતત ઉઠવા પામે છે ખાસ કરીને મામલતદાર કચેરીઓમાં આવતા રસધારો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે સરકાર દ્વારા છાસવારે પરિપત્રો કરવામાં આવી છે જોકે આ પરિપત્રોની ક્યાંક અમલવારી થાય છે તો ક્યાંક આવા પરિપત્રોનો ઉલાળિયો થતો હોય છે.

સરકાર દ્વારા ગુજરાત મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક હકપ ૧૦૨૦૧૪/૪૫૬/જ બહાર પાડવામાં આવ્યો હતો . જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં સોગંદનામાં શબ્દનો ઉલ્લેખ છે તેના બદલે સ્વ ઘોષણા એટલે કે સેલ્ફ ડેકલેરેશન ધ્યાને લેવાના રહેશે તેની સાથે પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ બે સામેલ કરેલા છે, જોકે આવા પરિપત્ર હોવા છતાં કેટલીક જગ્યાએ તલાટીઓ અરજદારો પાસે પેઢીનામું મેળવવા માટે સોગંદનામું કરાવીને તેમના પર આર્થિક ભારણ પાડે છે. ખાસ કરીને તેવા કિસ્સામાં જેમાં જમીન અથવા તો મિલકત સંબંધિત પેઢીનામું કરાવવું હોય ત્યારે. આવા કિસ્સામાં કેટલીક જગ્યાએ તલાટીઓ અરજદારો પાસે ₹50 ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરાવવા માટે જણાવવામાં આવે છે. સાથે જ કેટલાક કિસ્સામાં ગોળ-ગોળ વાતો કરીને તેઓની છટકબારી શોધીને સરકારનો પરિપત્ર હોવા છતાં સોગંદનામાની માંગણી કરતા હોય છે, જેથી આવા કિસ્સામાં અરજદાર ઉપર આર્થિક ભારણ થાય છે.

જો સરકાર પરિપત્ર બહાર પાડતી હોય તો અરજદારો પાસે પેઢીનામુ કઢાવવા માટે સોગંદનામુ કેમ માગવામાં આવે છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. અરજદારો પર કોઈ પણ પ્રકારનું ધારણ ન થાય અને અરજદારોનું કામ સરળતાથી થાય તેવા હેતુથી જ સરકાર કોઈ પણ પરિપત્ર જાહેર કરતી હોય છે જોકે આવા પરિપત્રની અમલવારી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. જો તમે વધારે જાણકાર હોવ તો તમારી પાસે સેલ્ફ ડેકલેરેશનથી કામ ચલાવી લેવામાં આવે છે અને જો તમે જાણકાર નથી તો પહેલા એફિડેવિટ ની માંગણી કરવામાં આવતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!