33.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : મેઘરજના રેલ્લાવાડા- કુણોલ રોડ પર કાર ચાલકને અકસ્માત નડતા કાર...

અરવલ્લી : મેઘરજના રેલ્લાવાડા- કુણોલ રોડ પર કાર ચાલકને અકસ્માત નડતા કાર ચાલકનું મોત

0
42

મેઘરજ તાલુકાના રેલ્લાવાડા-કુણોલ કુણોલ રોડ પર કાર ચાલકને ગંભીર અકસ્માત નડતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું કાર અગમ્ય કારણોસર રોડ પરથી પલટી ખાઈ રોડ નજીક ખાડામાં ઉતરી ઝાડ સાથે અથડાઈ હોવાનું અનુમાન લોકો લગાવી રહ્યા છે

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં રેલ્લાવાડા–કુણોલ રોડ પર કુણોલ ગામ નજીક રાત્રિના સમયે ગંભીર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ રાત્રિના લગભગ 11 વાગ્યાની આસપાસ કારનું નિયંત્રણ છૂટી જતા વાહન રોડ કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર અથડાયું હતું. આ અથડામણ એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત બની ગઈ.આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે. મૃતકની ઓળખ રણાસણ ગામના 50 વર્ષના અરજીતભાઈ રમણભાઈ તરીકે થઇ છે, જે વ્યવસાયિક ધંધા સાથે સંકળાયેલા હતા.અકસ્માતની જાણ થતાં જ ઇસરી પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના કારણોને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!