37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : LCBએ હાઇસ્પીડ બાઇક ચોરી કરનાર ચોરને પાંચ મહુડી નજીક સંતાડેલ...

અરવલ્લી : LCBએ હાઇસ્પીડ બાઇક ચોરી કરનાર ચોરને પાંચ મહુડી નજીક સંતાડેલ 7 મોંઘીદાટ બાઇક સાથે દબોચ્યો

0
36

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વણઉકેલ્યા ગુન્હાઓનો ભેદ ઝડપથી ઉકેલી રહી છે અમદાવાદ અને રાજસ્થાન પોલીસને હંફાવતી હાઇસ્પીડ બાઇક ચોરી કરતી ગેંગના સાગરિતને અરવલ્લી એલસીબીએ જાબચિતરીયા ગામ નજીકથી ચોરીની પલ્સર 200 સાથે દબોચી લઇ આગવી ઢબે પુછપરછ કરતા વધુ 6 ચોરીની બાઈક પાંચ મહુડી નજીક આવાવારુ જગ્યાએ જણાવતા પોલીસે 3.90 લાખની ચોરીની 7 બાઇક જપ્ત કરી બાઇક ચોરીમાં સંડોવાયેલ પાંચ સાગરીતોને દબોચી લેવા રાજસ્થાન તરફ તપાસ હાથધરી હતી

અરવલ્લી એલસીબી પીઆઈ એચ.પી.ગરાસિયા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાબચિતરીયા ગામ નજીક પેટ્રોલીંગ હાથધરતા સોનાસણ તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પલ્સર 200 બાઇક સાથે પસાર થતા લબરમુછીયા યુવકને અટકાવતા રાજસ્થાનના ખરબર ગામના બાઇકચોર વિકેશ બાબુ ખરાડીના મોતિયા મરી ગયા હતા અને બાઇક ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે બાઇકચોરની સરભરા કરી આગવી ઢબે પુછપરછ કરતા તેણે તેના પાંચ સાગરીતો સાથે મળી અમદાવાદ શહેરના વસ્ત્રાપુર,સાબરમતી , સરદારનગર,નારણપુરા, ચાંદખેડા અને રાજસ્થાનના વીંછીવાડા માંથી અન્ય 6 બાઇક ચોરી શામળાજીના પાંચ મહુડી નજીક આવાવારુ જગ્યાએ સાંતળી હોવાનું જણાવતા પોલીસ સ્થળ પર પંહોચી ચોરીની 6 બાઇક જપ્ત કરી ચોરીની કુલ-7 બાઇક મળી રૂ. 3.90નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

બાઇક ચોરીમાં સંડોવાયેલા રાજસ્થાની આરોપી કોણ કોણ વાંચો …!!!
1)હાંજારામ અન્નુ અહારી (રહે,ગરનાળા)
2)લોકેશ ફુલા કટારા (રહે,ડેલવાસ)
3)મનીષ શાંતિલાલ મીણા (રહે,ડેલવાસ)
4)વિજય હોમેશજી ડામોર (રહે,ડેલવાસ)
5)લોકેશ ખરાડી (રહે,ખરબર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!