39 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : પત્ની સાથે યુવકના આડા સંબંધના વહેમ માં પતિએ યુવકનું કાસળ...

અરવલ્લી : પત્ની સાથે યુવકના આડા સંબંધના વહેમ માં પતિએ યુવકનું કાસળ કાઢી નાખ્યું,LCBએ હત્યારા પતિને દબોચ્યો

0
80

શંકાથી કંકાશ સર્જાય છે અને કંકાશથી કત્લેઆમ થઇ જતા વાર નથી લાગતી ભિલોડા તાલુકાના જેતપુર ગામના વહેમીલા પતિએ પત્નીને ગામના યુવકે સાથે આડા સંબંધ હોવાના શંકાને પગલે પતિએ યુવકની હત્યા કરી નાખતાં ભારે ચકચાર મચી હતી

ભિલોડા પોલીસ સ્ટેશનમાં જેતપુર ગામના યુવકની ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ગુમ યુવકની લાશ ભાણમેર ગામ નજીક નદી પાસેથી મળી આવતા પોલીસે મૃતક યુવકની લાશનું પીએમ કરાવતા યુવકની હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતકની હત્યા કરનાર શંકી પતિને ગણતરીના કલાકોમાં દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

ભિલોડા તાલુકાના જેતપુર ગામના હિતેશ નાથા જોષીયારાને તેની પત્નીને ગામના જ અશ્વિન બાબુભાઈ જોષીયારા સાથે પ્રેમ હોવાનો વ્હેમ પેદા થતાં પત્ની સાથે હિતેશ ઝગડા કરતો હતો શંકાશીલ પતિના માથે ખૂન સવાર થતાં અશ્વિન જોષીયારાની ભાણમેર ગામ નજીક પસાર થતી નદી નજીક હત્યા કરી ફરાર થઈ ગયો હતો અશ્વિન જોષીયારા ગુમ થયાના પાંચ દિવસ પછી ભાણમેરની નદી પાસેથી મળી આવતા ભિલોડા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પંહોચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરતા મૃતકના ભાઈએ હિતેશ જોષીયારાને તેની પત્નીના અશ્વિન સાથે આડા સંબંધ હોવાનો વ્હેમ હોવાથી અશ્વિન જોષીયારા સામે શંકા વ્યક્ત કરી હતી

અરવલ્લી એલસીબી પીઆઇ ઝાલા અને તેમની ટીમે ભિલોડાના જેતપુર ગામના અશ્વિન બાબુભાઈ જોષીયારાની હત્યાના ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો હતો હત્યારા હિતેશ જોષીયારાને કુશાલપુરા ગામની સીમમાંથી બાઇક સાથે દબોચી લઇ ભિલોડા પોલીસને સુપ્રત કરતા ભિલોડા પોલીસે હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!