39 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ ઉભરાણથી અહમદપુરા સુધી ફિલ્મીઢબે કારની પીછો કરી 2.95 લાખનો...

અરવલ્લી : LCBએ ઉભરાણથી અહમદપુરા સુધી ફિલ્મીઢબે કારની પીછો કરી 2.95 લાખનો દારૂ ઝડપ્યો,બુટલેગર છૂમંતર

0
53

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના માર્ગો પરથી વિદેશી દારૂની હેરાફેરી અટકવાવામાં પોલીસતંત્ર મહદઅંશે સફળ રહી છે જીલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી કારનો માલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ફિલ્મીઢબે પીછો કરી સાઠંબા પોલીસ સ્ટેશનના અહેમદપુરા ગામ નજીક બુટલેગરો દારૂ ભરેલી કાર મૂકી ફરાર થઈ જતા કારમાંથી 2.95 લાખના દારુ સહિત 6.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી એલસીબી પીઆઇ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે માલપુર નજીક પેટ્રોલીંગ હાથધરતા મેઘરજ મૂડશીનો નાનજી જેલા ખાંટ નામનો બુટલેગર તેના સાગરીત સાથે રાજસ્થાનના ઠેકા પરથી વિદેશી દારૂ ભરી અણીયોર ઉભરાણ થઈ સાઠંબા તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા ઉભરાણ નજીક વાહન ચેકિંગ હાથધરી બાતમી આધારિત કાર આવતા પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતા પૂરઝડપે હંકારી મૂકતા પોલીસે વાહનમાં ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગરો અહેમદપુરા ગામ નજીક કાર મૂકી હવામાં ઓગળી ગયા હતા પોલીસે કરમાંથી વિદેશી દારૂ,બિયર ટીન નંગ-1176 કિં.રૂ.295680/- અને કાર મળી કુલ.રૂ. 6.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બંને બુટલેગરો સામે સાઠંબા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!