31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : મોડાસા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી, બાળકોને સરકારી લાભ અપાયા


અરવલ્લી જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન સમાજ સુરક્ષા વિભાગ, લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ અને અરવલ્લી ફિઝિકલ હૈનડી કેપડ સંસ્થા બુટાલ ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન મોડાસા બહેરામુંગા સ્કૂલ ખાતે થયું હતું.

મોડાસા લાયન્સ કલબ સંચાલિત શ્રી વા. હી ગાંધી બહેરા મૂંગા શાળા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો સાથે જ એસટી બસ પાસ સાધન સહાય તેમજ અન્ય જરૂરી નિમણૂક પત્રો દિવ્યાંગ બાળકોને એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે દિવ્યાંગો માટેની સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. પ્રાસંગિક ઉદબોધનમાં અરવલ્લી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કપિલભાઈ પટેલે દિવ્યાંગ બાળકોની કામગીરીની બિરદાવી હતી અને તેમણે જણાવ્યું કે, દિવ્યાંગો આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. આ સાથે જ લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના પ્રમુખ કમલેશ પટેલે પણ દિવ્યાંગ બાળકોની કામગીરીને બિરદાવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીમાં દિવ્યાંગોને એસ.ટી.પાસ,પેન્શન લાભ આપવામાં આવ્યા હતા તેમજ ખેલ મહાકુંભ અને અન્ય રમત સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર દિવ્યાંગ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યુ હતું યશવંત ભાઈ વ્યાસ પરિવાર દ્વારા શિયાળાની ઠંડીમાં 200 દિવ્યાંગ બાળકોને ગરમ ટોપીનું વિતરણ કર્યું હતું.

મોડાસા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હેન્ડીરેપ્ડ સંસ્થા બુટાલ ના માનદમંત્રી વિનોદચંદ્ર બી. પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિનોદચંદ્ર પટેલે પણ બાળકોને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ખાસ અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ, લાયન્સ ક્લબ ના હોદ્દેદારો, શાળાનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!