29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે ચાઇનીઝ દોરીની 480 ફીરકી હજીરાના ગોડાઉન માંથી...

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે ચાઇનીઝ દોરીની 480 ફીરકી હજીરાના ગોડાઉન માંથી ઝડપી

0
53

ઉત્તરાયણ પર્વ પહેલાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી છે કેટલાક લાલચુ વેપારીઓ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાનો ફાયદો ઉઠાવી ત્રણ થી ચાર ગણા ભાવે વેચાણ કરી ખિસ્સા ભરી રહ્યા છે ચાઇનીઝ દોરીથી અનેક લોકો અને પશુ પંખીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાની સાથે મોતને ભેટી ચૂકયા છે મોડાસા ટાઉન પોલીસે હજીરાથી ગણેશપુર રોડ પર બંધ ગોડાઉનમાં સંતાડેલ 2.40 લાખની ચાઇનીઝ દોરી સાથે વેપારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સમગ્ર જીલ્લામાં ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર ધૂમ વેચાણ થઈ રહ્યું છે

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જીલ્લામાં ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરીનો ગેરકાયદેસર વેપલો કરતા મોતના સોદાગરો સામે સખ્ત કાર્યવાહી કરવાની સૂચના આપતા મોડાસા ટાઉન પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમ પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા હજીરાથી ગણેશપુર ગામ તરફ જતા રોડ પર તારાચંદ પીતાંબર શાહ નામનો વેપારી તેના બંધ ગોડાઉનમાં મોટી માત્રામાં ચાઇનીઝ દોરીની ફીરકીઓ સંતાડી રાખી ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની બાતમી મળતાં પોલીસ તાબડતોડ બાતમી આધારિત ગોડાઉન પર ત્રાટકી હતી

મોડાસા ટાઉન પોલીસે બંધ ગોડાઉનની અંદર તપાસ હાથધરતાં ચાઇનીઝ દોરી ભરેલ દસ બોક્ષ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી બોક્ષની અંદરથી 2.40 લાખની ચાઇનીઝ દોરીની 480 ફીરકીઓ જપ્ત કરી તારાચંદ પીતાંબરદાસ શાહ (રહે, લક્ષ્મી સોસાયટી,બસ સ્ટેન્ડ પાછળ,મોડાસા)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા અસામાજીક તત્ત્વો પર ગળિયો કસતા ફફડાટ ફેલાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!