29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા થી 15 કિ. મી. લોકેશન પોલિસ ટ્રેક કરવામાં ઘૂંટણિયે,...

અરવલ્લી : મોડાસા થી 15 કિ. મી. લોકેશન પોલિસ ટ્રેક કરવામાં ઘૂંટણિયે, હવે મોડાસા માં દારૂની બોટલો!! કૉંગ્રેસે સવાલો ઉઠાવ્યા

0
74

અરવલ્લી જિલ્લામાં દારૂ નથી મળતો તે વાત કહેવી કોઈના ગળે ઉતરતી નથી, આવું એટલા માટે કહેવું પડે છે કે બે દિવસ પહેલા મેરા ગુજરાતે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો તો જેમાં મોડાસાથી 15 કિલોમીટરના અંતરે બુટલેગરે દારૂ મળે છે, તેવું લોકેશન સેટ કર્યું હતું. જોકે આ બાબતે પોલીસે કાર્યવાહી કે તપાસ કરી કે નહીં તેના પર યક્ષ પ્રશ્ન છે. ડિજિટલ યુગમાં અરવલ્લી પોલીસ બુટલેગરના લોકેશન પર પહોંચે તે પહેલા જ, મોડાસા શહેરના હાર્દસમા એવા મેઘરજ રોડ ઉપર દારૂની ખાલી બોટલો જોવા મળતા હવે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. હાલ રાજ્યમાં દારૂને લઇને ભારે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે મોડાસા પંથકમાં દારૂના વેપલાએ પોલિસ પર સવાલો તો ઉઠાવ્યા છે, આ વચ્ચે અરવલ્લી જિલ્લા કૉંગ્રેસે પણ સવાલો કર્યા છે.

અરવલ્લી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલે જણાવ્યું કે, શહેરના હાર્દ સમા પાવનસીટી રોડ પર ખુલ્લેઆમ અંગ્રેજી દારૂની ખાલી બોટલો પડેલી મળવી એ ગુજરાતની દારૂબંધી પર મોટો ધબકાર છે. જાગૃત નાગરિકો દ્વારા વિડિયો વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જાહેર માર્ગ પર આ રીતે દારૂની બોટલો જોવા મળવી એ પોલીસ તંત્રની બેદરકારી અને સરકારની નીતિઓની નિષ્ફળતા સ્પષ્ટ કરે છે. દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે કે શું? એવો સવાલ જનતા ઉઠાવી રહી છે.

આ સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ કક્ષાની તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેવી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઈ પટેલે માંગ કરી છે.જો તંત્ર દ્વારા ચોક્કસ પગલાં નહીં ભરાય તો કોંગ્રેસ દ્વારા જનરોષ સાથે આંદોલન કરવામાં આવશે, તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર ની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!