29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : SOGએ બે ચેઈન સ્નેચરને મોડાસાથી દબોચ્યા, શામળાજી મંદિર સહિત ચાર...

અરવલ્લી : SOGએ બે ચેઈન સ્નેચરને મોડાસાથી દબોચ્યા, શામળાજી મંદિર સહિત ચાર સ્થળો પરથી તોડ્યા અછોડા

0
68

મહેમદાવાદના ઝડપાયેલ બંને આરોપીઓ ધાર્મિક સ્થળો અને ભીડભાડ વાળી જગ્યાએ સોનાના દોરા તોડવાના રીઢા ચોર

અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર અને પરિસરમાં તેમજ ભિલોડા બસ સ્ટેન્ડમાં બસમાંથી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગની ચાર ઘટનાઓ બનતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો જીલ્લા એસઓજી પોલીસે મોડાસા રેલ્વેફાટક નજીકથી ખેડા મહેમદાવાદના અછોડા તોડતી ગેંગના બે આરોપીને દબોચી લઇ ચોરી કરેલ સોનાની 4 ચેઇન સહિત 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વણઉકેલ્યા ગુન્હાઓનો ભેદ ઝડપથી ઉકેલી રહી છે જીલ્લા એસઓજી પીઆઇ ગરાસિયા અને તેમની ટીમે મોડાસા પંથકમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું મોડાસા બાયપાસ રોડ પર રેલ્વેફાટક નજીક પસાર થતાં બે શંકાસ્પદને અટકાવી તેમની યુક્તિ પૂર્વક પૂછપરછ કરતા જીતુ પ્રકાશ દેવીપૂજક અને ગુલાબ દેવકરણ વાઘેલાએ (બંને,રહે. મહેમદાવાદ-ખેડા) શામળાજી મંદિરમાં અને આજુબાજુના વિસ્તારમાંથી ત્રણ અને ભિલોડા બસ સ્ટેન્ડમાં બસમાં ચઢતી વ્યક્તિનો અછોડા તોડ્યા હોવાની કબૂલાત કરતા પોલીસ ચોંકી ઉઠી હતી

અરવલ્લી એસઓજી પોલીસ બંને આરોપીને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની ચાર સોનાના દોરા અને બે મોબાઈલ મળી રૂ. 3.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી જેલમાં સળિયા પાછળ ધકેલી દઈ જીલ્લામાં અછોડા તોડવાની ચોરીના 4 વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!