32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી: શામળાજી-રતનપુર ચેકપોસ્ટ પર કારમાંથી 1.05 કરોડની રોકડ મળી,પોલીસ ચોંકી ઉઠી

અરવલ્લી: શામળાજી-રતનપુર ચેકપોસ્ટ પર કારમાંથી 1.05 કરોડની રોકડ મળી,પોલીસ ચોંકી ઉઠી

0
65

હવાલા અને બિનહિસાબી નાણાંની ગેરેકયદેસર હેરાફેરી સમગ્ર દેશમાં બેરોકટોક થઇ રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર પ્રોહીબીશનની કામગીરી અને ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ અને પેટ્રોલિંગ હાથધર્યું હતું રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી વેન્યુ કારમાંથી 1.05 કરોડ રોકડ રકમ મળી આવતા પોલીસ જવાનો ચોંકી ઉઠ્યા હતા રોકડ રકમ અંગે કાર ચાલાક યોગ્ય ખુલાસો નહીં કરી શકતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પીઆઈ એસ.એસ. માલ અને તેમની ટીમે સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા સઘન પેટ્રોલિંગ હાથધરી રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પર રાઉન્ડ ઘી ક્લોક પોલીસ જવાનો તૈનાત કર્યા છે વહેલી સવારે ઉદેપુર તરફથી આવતી વેન્યુ કારને અટકાવી તલાશી લેતા કાર આગળ બોનેટ પર કાપડની થેલીઓ જોવા મળતા પોલીસે કાપડની થેલી ખોલતા રૂ. 500 ની નોટના અધધ બંડલ જોઈ ચોંકી ઉઠી હતી કન્સ્ટ્રકશનના ધંધાર્થી કાર ચાલક વિનોદ રામલાલજી પટેલ (રહે,ધુવલીયા, ડુંગરપુર-રાજસ્થાન)રોકડ રકમ અંગે પૂછપરછ કરતા આટલી મોટી રકમ ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં પહોંચાડવાની હતી તે અંગે યોગ્ય ખુલાસો નહીં કરી શકતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પીઆઈ એસ. એસ. માલને કારમાંથી મળેલ 1.05 કરોડ રકમ અંગે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે રોકડ રકમ અંગે આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!