32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂનમે કાળિયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ...

અરવલ્લી : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂનમે કાળિયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી

0
46

યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટયા હતા. જેના પગલે મંદિર પરિસરમાં મંદિર ખુલતાની સાથેજ ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. પૂર્ણિમા નિમિત્તે મંદિરના પૂજારી પરેશભાઈ અને મુખ્યાજી દ્વારા ભગવાન શામળિયાને સોના ચાંદી નો વિશેષ સાજ શણગાર કરાયા હતા ખાસ કરીને પૂર્ણિમાના દિવસે ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોવાને પગલે મહિના દરમિયાન ભગવાનના દર્શને આવી નહિ શકતા ભક્તો ખાસ પૂર્ણિમાએ પોતાના ઇષ્ટદેવ ચરણે શીશ ઝુકાવી પ્રાથૅના કરતા હોય છે ત્યારે આજે પણ હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બનવાની સાથે પોતાની બાધા આખડી પુરી કરી હતી મંદિર પરિસરમાં તથા બજારમાં શામળાજી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!