37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ઘોર બેદરકારી..!! મોડાસાની કૃષ્ણનગર સોસાયટીમાં નળમાંથી ગટરનું દૂષિત પાણી આવતા પાણીજન્ય રોગચાળાનો...

ઘોર બેદરકારી..!! મોડાસાની કૃષ્ણનગર સોસાયટીમાં નળમાંથી ગટરનું દૂષિત પાણી આવતા પાણીજન્ય રોગચાળાનો ભય

0
37

આરસીસી રોડ કોન્ટ્રાક્ટર અને ભૂગર્ભ ગટર કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતા કૃષ્ણનગર સોસાયટીના રહીશો
નગરપાલિકાના કોર્પોરેટર ચૂંટાયા પછી વોર્ડમાં ફરકતા પણ નથી
નગરપાલિકા તંત્ર દ્વારા તાબડતોડ કૃષ્ણનગર સોસાયટીમાં તાબડતોડ સમારકામ હાથધરવામાં આવેની માંગ

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા રોડ અને ભૂગર્ભ ગટર પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે મોડાસા નગર રોડ,વરસાદી પાણીની ગટર અને ભૂગર્ભ ગટરના કામકાજ અર્થે છેલ્લા અનેક વર્ષોથી ખોદાઈ રહ્યું છે વિકાસના નામે સતત ખોદકામથી શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે કૃષ્ણનગર સોસાયટીમાં વીસ દિવસથી પીવાના પાણીમાં ગટરના દૂષિત પાણી ભળતા પીવાના નળમાં દૂષિત પાણી આવતા શુધ્ધ પીવાના પાણી માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે નગરપાલિકા તંત્રમાં રજુઆત કરતા સ્થળ નિરીક્ષણ પછી સમારકામ કરવામાં બેદરકારી દાખવતા રહીશો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં સપડાવાનો ભય પેદા થતાં ફફડી ઉઠ્યા છે

મોડાસા શહેરના માલપુર રોડ પરની કૃષ્ણનગર સોસાયટીમાં છેલ્લા વીસ દિવસથી પીવાના પાણીની સમસ્યા પેદા થઈ છે પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા પાણીમાંથી અસહ્ય દુર્ગંધ અને ગંદકી જોવા મળી રહી છે ભૂગર્ભ ગટર નિર્માણ સમયે કોન્ટ્રાક્ટર ગટરના કામકાજમાં બેદરકારી દાખવી
કે પછી પીવાના પાણીની પાઇપલાઇન લીક થઈ રહી છે એ ખબર જ નથી પડતી કે શું..?? લોકોની ગટરો પણ ઉભરાતા રોડ પર ગંદુ પાણી વહી રહ્યું હોવાથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે દૂષિત પાણીથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો લોકોને ભય સતાવી રહ્યો છે કૃષ્ણનગર સોસાયટી સહિત સમગ્ર વિસ્તારમાં કોર્પોરેટર શોધ્યા પણ જડતા ન હોવાથી સોસાયટીમાં રહેતા આમ આદમી પાર્ટીના મહિલા નેતાએ લેખિત માં નગર પાલિકામાં રજૂઆત કરી હતી

મોડાસા નગરપાલિકા તંત્રના કર્મચારીઓ કૃષ્ણનગર સોસાયટીની સ્થળ પરીક્ષણ કરી ગયા પછી ખાડા ખોદી ખુલ્લા મૂકી દીધા પછી સમારકામ હાથ નહીં ધરતા રહીશોમાં નગરપાલિકા તંત્ર અને સત્તાધીશો સામે ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે પીવાના પાણી માટે રીતસરના વલખા મરવા પડી રહ્યા છે લોકોને વેચાતુ પાણી લેવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા ઝડપથી સમારકામ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!