38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : શામળાજી પોલીસે વર્ના કારમાંથી મોંઘીદાટ 8.72 લાખની 252 બોટલ જપ્ત...

અરવલ્લી : શામળાજી પોલીસે વર્ના કારમાંથી મોંઘીદાટ 8.72 લાખની 252 બોટલ જપ્ત કરી

0
56

31 ડિસેમ્બરની ઉજવણીમાં માલેતુજાર લોકોની દારૂની ડિમાન્ડ ને પહોંચી વળવા બુટલેગરો લક્ઝયુરિયસ કારમાં બ્રાન્ડેડ દારૂની બોટલો ગુજરાતમાં ઠાલવી રહ્યા છે શામળાજી પોલીસ બુટલેગરો પર ભારે પડી રહી છે વર્ના કારમાંથી પોલીસે અંગ્રેજી દારૂની બ્રાન્ડેડ 252 બોટલો સાથે અંદાજિત કિંમત રૂ. 8,72,400/ નો દારૂ ઝડપી લીધો હતો કાર ચાલક બુટલેગર પોલીસને થાપ આપી ફરાર થઇ ગયો હતો

નવા વર્ષની ઉજવણીને લઈને આગામી 31 ડિસેમ્બર પહેલાં શામળાજી પોલીસ દ્વારા જિલ્લામાં કડક સુરક્ષા અને ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શામળાજી પીઆઈ એસ.એસ. માલ અને તેમની ટીમ દ્વારા અણસોલ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલી બાતમીના આધારે નંબર પ્લેટ વગરની એક વર્ના કારને રોકી શંકાસ્પદ રીતે તલાસી લેવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની મોંઘીદાટ અંગ્રેજી દારૂની કુલ 252 બોટલો મળી આવી, જેની અંદાજિત કિંમત રૂ. 8,72,400/- થાય છે.પોલીસ દ્વારા દારૂ તેમજ વાહન સહીત કુલ રૂ. 13,72,400/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, તપાસ દરમિયાન કાર ચલાવતો ઈસમ કારને બિનવારસી હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો. હાલ તેને ઝડપી લેવા માટે શામળાજી પોલીસ દ્વારા તાત્કાલિક ક્વાયત શરૂ કરવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણમાં શામળાજી પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબેશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂની હેરફેર રોકવા પોલીસની સતર્કતા ફરી એકવાર સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!