32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : વહિવટી અને પોલીસતંત્ર દ્વારા લાટીવાળા પીટીસી કોલેજમાં સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ...

અરવલ્લી : વહિવટી અને પોલીસતંત્ર દ્વારા લાટીવાળા પીટીસી કોલેજમાં સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ યોજાયો

0
41

આજકાલ મહિલાઓની સલામતી માટે પ્રશ્નાર્થ ઉભો થયો છે ત્યારે સરકાર દ્વારા કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે એમ કે શાહ લાટીવાળા પીટીસી કોલેજમાં સેલ્ફ ડિફેન્સ નો કાર્યકર્મ યોજાઇ ગયો. સમારંભના અધ્યક્ષ તરીકે મ.લા. ગાંધી ઉચ્ચતર કરવાની મંડળના માનદ મંત્રી જયેશભાઈ દોશી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અરવલ્લીના હસીનાબેન મન્સૂરી, એમ.એમ માલીવાડ પોલીસ ઇન્સ્પેક્ટર તથા વન સ્ટોપ સખી હોમ તથા જેન્ડર સ્પેશિયાલિસ્ટ અક્રમભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર સંતોષ દેવકરે સૌને આવકાર્યા હતા અને મહેમાનો નો પરિચય કરાવ્યો હતો. મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રભારી મંત્રી જયેશભાઈ દોશી એ જણાવ્યું હતું કે ભાઈઓની ફરજ બને છે કે મહિલાઓની સુરક્ષા એ પ્રથમ સ્થાને છે એ પ્રથમ સ્થાને છે. વિદ્યાર્થીઓમાં સાચા અર્થમાં ઘડતર થાય તેવું મૌલિક પ્રવચન તેમને કર્યું હતું. પીઆઈ માલીવાડે કોલેજની વિદ્યાર્થીનીઓને પોતાના વાણી વર્તન અને વ્યવહાર ઉપર સ્વયં કાબુ રાખવા માટે અને હિંમતપૂર્વક સામલો કરવા માટે શીખ આપી હતી. હસીનાબેન મનસુરીએ પોતાની શૈલીમાં વિદ્યાર્થીનીઓને નિયમો અને સમાજમાં સ્ત્રીઓના સ્થાન વિશે સમજ આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન વ્રજેશ પ્રાધ્યાપક વ્રજેશભાઈ પંડ્યા એ કર્યું હતું. આભાર વિધિ પ્રથમ વર્ષની તાલીમાર્થીની સ્નેહા પટેલે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!