37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : પવનની ગતિ સાથે ફૂલ ગુલાબીનો ઠંડીનો ચમકારો, બેવડી ઋતુનો અહેસાસ...

અરવલ્લી : પવનની ગતિ સાથે ફૂલ ગુલાબીનો ઠંડીનો ચમકારો, બેવડી ઋતુનો અહેસાસ અનુભવતા લોકો

0
59

જીલ્લામાં ખેડૂતોએ 1.35 લાખ હેક્ટરમાં રવી વાવેતર કર્યુ , સૌથી વધુ 77171 હેક્ટરમાં ઘઉંની વાવણી

અરવલ્લી જીલ્લાના પ્રજાજનો ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થતાં ઠંડી અને ગરમીનો બેવડી ઋતુના અહેસાસ અનુભવી રહ્યા છે જોકે હજુ ઠંડીનું પ્રમાણ ઓછું હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે પવનની ગતિમાં વધારો થતાં આગામી બે ત્રણ દિવસ પછી તાપમાનનો પારો ગગડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે હવામાન વિભાગે પણ બે ત્રણ દિવસ પછી ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરી છે નવેમ્બર મહિનામાં માવઠું અને વાતાવરણમાં પલટો આવતા ઠંડીનું આગમનમાં વિલંબ થયો છે

ઉત્તર પૂર્વ દિશામાંથી પવન ફૂંકાતા ઠંડીની અસર ધીરે ધીરે વધી રહી છે મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અને બપોરે સૂર્યનારાયણ તપતા ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે બેવડી ઋતુનાં પગલે વાઇરલ ઇન્ફેક્શનના રોગમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ઠંડીનું જોર વધ્યા પછી રવી પાકને ફાયદો થતો હોવાથી ઘઉં,બટાકા,રાયડા સહિત ખેતી કરનાર ખેડૂતો ઠંડીનું પ્રમાણ વધે તેની રાહ જોઈ રહ્યા છે ઠંડી વધતા સામાજીક અને ધાર્મિક પ્રસંગોમાં અને માંડી સાંજે માર્ગો પર લોકોની અવર-જવર ઓછી જોવા મળી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે રાત્રે લોકો ઘરમાં પૂરાઈ રહેવાનું મુનાસિબ સમજી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!