29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી :LCBએ બે કારમાંથી 3.91 લાખનો શરાબ ઝડપ્યો, સરગાસણના બુટલેગર ગુલાબસિંહ જેઠવાને...

અરવલ્લી :LCBએ બે કારમાંથી 3.91 લાખનો શરાબ ઝડપ્યો, સરગાસણના બુટલેગર ગુલાબસિંહ જેઠવાને દબોચ્યો

0
62

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને બુટલેગરો અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવા એક્ટિવ થઈ ગયા છે નાના બુટલેગરો રાજસ્થાનના ઠેકા પરથી કારમાં દારૂ ભરી લાવી રહ્યા છે લિસ્ટેડ બુટલેગરો ટ્રક અને મોટા કન્ટેનરમાં નિતનવા નુસ્ખા અપનાવી વહીવટદારો સાથે સાંઠગાંઠ રચી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ બન્યા છે બીજી તરફ SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર સતત પેટ્રોલીંગ અને આંતરાજ્ય સરહદો પર વાહનો પર સતત વોચ રાખવામાં આવી રહી છે

અરવલ્લી જીલ્લાના અંતરિયાળ માર્ગો પરથી બુટલેગરો કાર અને નાના વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે ઈસરી અને ટીંટોઈના માર્ગો પરથી છેલ્લાં કેટલાક મહિનાથી વિદેશી દારૂની લાઇન ચાલતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસને ઉંઘતી રાખી સરડોઈ નજીક હોન્ડા સીટી કારમાંથી 2.59 લાખ અને ગાજણ નજીક ટોલપ્લાઝા પાસેથી કિયા સેલ્ટોસ કારમાંથી 1.32 લાખના દારૂ સાથે ગાંધીનગર સરગાસણના ગુલાબસિંહ જેઠવા નામના બુટલેગરને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી એલસીબી પોલીસે બુટલેગરો પર સપાટો બોલાવ્યો છે નાના-મોટા વાહનોમાં ગેરકાયદેસર હેરાફેરી થતાં લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો છે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જીવણપુર નજીક દારૂ ભરેલી હોન્ડા સિટી કારને અટકવાવાનો પ્રયત્ન કરતા બૂટલેગરે કાર હંકારી મુકતા પોલીસે પીછો કરતા સરડોઈ નજીક રોડ પર બુટલેગર કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે કારમાંથી 2.59 લાખના દારૂ સહિત 7.59 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો એલસીબી ટીમે બાતમીના આધારે ગાજણ ટોલપ્લાઝા નજીક કીયા સેલ્ટોસ કાર માંથી 1.32 લાખની 192 વિદેશી દારૂની બોટલ સાથે ગુલાબસિંહ ચંદુભા જેઠવા (રહે,ડી,201 મધુરમ ગ્રીન,સરગાસણ -ગાંધીનગર, મૂળ રહે,ભવાનીનગર માંગરોળ-જૂનાગઢ)ને ઝડપી પાડી વિદેશી દારૂ,કાર અને મોબાઇલ મળી રૂ.6.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!