34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines બંદુક સાથે 3 શખ્સ અરવલ્લી SOG ના સકંજામાં આવ્યા, ટિંટોઈ પોલિસ સ્ટેશન...

બંદુક સાથે 3 શખ્સ અરવલ્લી SOG ના સકંજામાં આવ્યા, ટિંટોઈ પોલિસ સ્ટેશન વિસ્તારમાં SOG ને સફળતા

0
51

અરવલ્લી જિલ્લામાં દારૂ, ગાંજો, એમ.ડી. ડ્રગ્સ સહિત હવે ગેરકાયદેસર બંદુક પણ પોલિસ પકડી રહી છે. અરવલ્લી જિલ્લા પોલિસ બેડામાં મોટાફેરબદલ પછી SOG માં મોટી કામગીરી જોવા મળી રહી હોય, તેવું લાગી રહ્યું છે. અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પોલિસની ટીમે ટિંટોઈ પોલિસ સ્ટેશન વિસ્તારની નાક નીચેથી ગેરકાયદેસર અને લાયસન્સ વગરની દેશી બનાવટી બંદુક સાથે ત્રણ ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલિસે મોટર સાઈકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાની સૂચનાથી દારૂની હેરાફેરી, ડ્રગ્સ, ગાંજો સહિત ગેરકાયદે શસ્ત્રોની હેરાફેરી અટકાવવા ખાસ સૂચના વિવિધ વિભાગોને આપતા, પોલિસ સતર્ક બની કામગીરી કરતી જોવા મળી રહી છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લા સ્પેશલ ઓપરેશન ગૃપને પણ બંદુક પકડી પાડવામાં સફળતા મળી છે. અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. એચ.પી.ગરાસીયા ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ત્રણ શખ્સો ગેરકાયદેસર રીતે લાયસન્સ વગરની બંદુક લઈને જઈ રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે પો.સ.ઇ એ.એચ.રાઠોડ અને સ્ટાફના માણસો સાથે ટીંટોઇ પોલિસ સ્ટેશન ની હદમાં ટીંટોઇ થી કુડોલ તરફ આવતા વોચ ગોઠવી હતી. આ રોડ પર મોટર સાઈકલ નંબર.GJ-09DE-3807 તથા મોટર સાઈકલ નં.GJ-09-CF-7216 ઉપર ત્રણ ઇસમો (1) રમેશભાઈ શકરાભાઇ ડામોર રહે.રાવતાવાડાલ તા.ભીલોડા જી.અરવલ્લી (2) શકરાભાઇ ભેમાભાઇ નિનામાં રહે.રામેળા તા.ભીલોડા જી.અરવલ્લી (3) કાન્તીભાઇ ધનજી ડામોર રહે.ડેડલી તા.બીચ્છીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન) આવતા હતા. પોલિસે આ શખ્સોને આવતા જોઈ, તેઓની તપાસ કરતા, લાયસન્સ વગરની અને અન્ય કોઈ આધાર પુરાવા વિનાની દેશી હાથ બનાવટની એક નાળવાળી 2 બંદુક મળી આવતા, પોલિસ ચોંકી ઉઠી હતી.

પોલિસે ત્રણેય ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરીને બે હાથ બનાવટની બંદુક જેની કુલ કિંમત – 20,000, બે બાઈક જેની કિંમત 45,000 સહિતનો મુદ્દામાલ કબજે કરીને આર્મ્સ એક્ટ મુજબ ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ઝડપાયેલ આરોપીઓ
(૧) રમેશભાઇ શકરાભાઇ ડામોર રહે.રાવતાવાડા, તા.ભીલોડા, જી.અરવલ્લી
(૨) શકરાભાઇ ભેમાભાઇ નિનામા રહે.રામેળા તા.ભીલોડા, જી.અરવલ્લી
(૩) કાન્તીભાઇ ધનજી ડામોર રહે.ડેડલી તા.બીચ્છીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન)

કામ કરનાર અધિકારી/કર્મચારી
એચ.પી.ગરાસીયા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી. શાખા અરવલ્લી
એ.એચ.રાઠોડ રાઠોડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી.અરવલ્લી
એ.એસ.આઇ.કેતનભાઇ મહેશભાઇ
અ.હે.કો.ફ્રાન્સીસભાઇ લક્ષ્મણભાઇ
અ.હે.કો.દિનેશકુમાર પનાભાઇ
આ.હે.કો.જીતેન્દ્રસિંહ કનુસિંહ
અ.પો.કો.નિલેશકુમાર વિષ્ણુભાઇ
ડ્રા.પો.કો.યોગેશભાઇ મંગાભાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!