28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી :પોલીસે રીઢા ચોરને દબોચ્યો,ધનસુરાના બુટલેગર રાહુલ 4.65 લાખના દારૂ સાથે ઝડપ્યો,ડુંગરમાંથી...

અરવલ્લી :પોલીસે રીઢા ચોરને દબોચ્યો,ધનસુરાના બુટલેગર રાહુલ 4.65 લાખના દારૂ સાથે ઝડપ્યો,ડુંગરમાંથી દારૂ પકડ્યો

0
48

મોડાસા ટાઉન પોલીસ ચાંદ ટેકરીનો આદિલ આસિફ મુલતાની પીકઅપ ડાલામાં ભેંસને કતલખાને પહોંચાડે તે પહેલા દબોચ્યો

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર જીલ્લામાં ધમધમતી અસામાજીક પ્રવૃત્તિઓ રોકવામાં મહદઅંશે સફળ રહ્યું છે જીલ્લા એલસીબી પોલીસે રાજ્યમાં ઘરફોડ ચોરી સહિત અન્ય ચોરી કરી પોલીસને હંફાવનાર અને બે વર્ષ અગાઉ બાયડ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ રીઢા ચોરને મોડાસાથી દબોચી લીધો હતો ધનસુરાના રાહુલ વાળંદની કારમાં દારૂની હેરાફેરી નિષ્ફળ બનાવી હતી માલપુર પોલીસે કાટકુવા ગામના બુટલેગર નીતિન મકવાણાએ ડુંગરમાં સંતાડેલ 2.56 લાખનો દારૂ જપ્ત કર્યો હતો

રાજસ્થાનના ઘરફોડ ચોર જગદીશ ખરાડીને પૈસા ખૂટતા સોનાની રણી વેચવા મોડાસા આવતા LCBએ દબોચ્યો
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા રાજસ્થાની યુવક સોનાની રણી વેચવા જ્વેલર્સની દુકાનોમાં ફરતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે બજાર નજીકથી જગદીશ જીવણપ્રકાશ ખરાડી (રહે,સુખવાવડી,ઉદેપુર-રાજ)ને ઝડપી તેની પાસે રહેલી સોનાની રણી અંગે આગવી ઢબે પૂછતાછ કરતા તેણે બે વર્ષ અગાઉ અજીત રમેશ અસોડા અને નરેશ પ્રકાશ અહારી સાથે મળી બે વર્ષ અગાઉ બાયડ નજીક બંધ મકાનમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી સોનાની ચેનની રણી બનાવી દીધી હતી પૈસાની જરૂરિયાત હોવાથી 1.10 લાખની સોનાની રણી વેચવા આવ્યો હોવાની કબૂલાત કરી અમદાવાદ અને ગાંધીનગર બંને જીલ્લામાં બે બે વાર ચોરી કર્યાનું જણાવતા પોલીસે રીઢા ચોરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ બે વર્ષ અગાઉ થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી તેના બે સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી LCBએ વાઘોડિયા નજીક બ્રેઝા કારમાં દારૂની ખેપ મરનાર ધનસુરાના બુટલેગર રાહુલ વાળંદને દબોચ્યો
અરવલ્લી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અધીરા બન્યા છે રાજસ્થાનના ઠેકાઓ પરથી નાના-મોટા વાહનોમાં દારૂ ભરી તેમના ગુપ્ત સ્થળોએ ઠાલવી રહ્યા છે જીલ્લા એલસીબી પોલીસને ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના અંતરિયાળ માર્ગો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પેટ્રોલિંગ હાથધરી વાઘોડિયા નજીક બ્રેઝા કારમાંથી 4.65 લાખનો વિદેશી દારૂ સાથે રાહુલ દામજી વાળંદ (રહે,શક્તિનગર-ધનસુરા)ને દબોચી લઇ દારૂ,કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.10.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી રાહુલ વાળંદને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

માલપુર પોલીસે કાટકુવાના બુટલેગર નીતિન મકવાણાએ ડુંગર માં સંતાડેલ 2.56 લાખનો શરાબ જપ્ત કર્યો
માલપુર પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથધરતા કાટકુવા ગામનો નીતિન ભલા મકવાણા નામનો બુટલેગર તેના ઘર નજીક આવેલ ડુંગરની તળેટીમાં વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતાં તાબડતોડ બાતમી આધારિત ડુંગરની તળેટીમાં ત્રાટકી તલાસી લેતા વિદેશી દારૂની બોટલ,ક્વાટરીયા અને બિયર નંગ-1560 કીં.રૂ.2.56 લાખનો જથ્થો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!