28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : SOGએ મોડાસા ડોક્ટર હાઉસ નજીક એક યુવકને ચાઇનીઝ દોરીની 60...

અરવલ્લી : SOGએ મોડાસા ડોક્ટર હાઉસ નજીક એક યુવકને ચાઇનીઝ દોરીની 60 ફીરકી સાથે દબોચ્યો

0
56

ઉત્તરાયણ પર્વ પહેલાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી છે કેટલાક લાલચુ વેપારીઓ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાનો ફાયદો ઉઠાવી ત્રણ થી ચાર ગણા ભાવે વેચાણ કરી ખિસ્સા ભરી રહ્યા છે ચાઇનીઝ દોરીથી અનેક લોકો અને પશુ પંખીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાની સાથે મોતને ભેટી ચૂકયા છે જીલ્લા એસઓજી પોલીસે મોડાસા બસ પોર્ટ પાછળ ડોક્ટર હાઉસ નજીક પ્લાસ્ટિક થેલીમાં સંતાડેલ 30 હજારની ચાઇનીઝ દોરી સાથે ઉભેલા મોતના સોદાગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સમગ્ર જીલ્લામાં ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર ધૂમ વેચાણ થઈ રહ્યું છે

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જીલ્લામાં ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરીનો ગેરકાયદેસર વેપલો કરતા મોતના સોદાગરો સામે સખ્ત કાર્યવાહી કરવાની સૂચના આપતા જીલ્લા એસઓજી પોલીસે મોડાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા મોડાસા બસ પોર્ટ પાછળ ડોક્ટર હાઉસ નજીક રસુલાબાદ સોસાયટીમાં રહેતો સીરાજ ખાન ઉર્ફે માન્યો અયુબખાન પઠાણ નામનો યુવક પ્લાસ્ટિકની થેલીમાં ચાઈનીઝ દોરીની ફિરકીઓ વેચાણ કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ ડોક્ટર હાઉસ વિસ્તારમાં તપાસ હાથધરી સીરાજખાન પઠાણને દબોચી લઇ તેની પાસે થેલીમાં રહેલી 30 હજારની ચાઈનીઝ દોરીની 60 ફીરકીઓ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા અસામાજીક તત્ત્વો પર ગળિયો કસતા ફફડાટ ફેલાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!