32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : તમારું બેંક એકાઉન્ટ કોઇ ને વાપરવા આપતા નહીં.!! 40 ખાતા...

અરવલ્લી : તમારું બેંક એકાઉન્ટ કોઇ ને વાપરવા આપતા નહીં.!! 40 ખાતા ભાડે લઇ 9.40 લાખનું સાયબર ફ્રોડ,4ને દબોચ્યા

0
76
  • યુવાધન મોજશોખ પૂરા કરવા અને શોર્ટ કટથી રૂપિયા કમાવવા ની લાહ્યમાં યુવાધન સાયબર માફિયાઓનો હાથો બની રહ્યા છે
  • યુવાનો કમિશનની નજીવી લાલચમાં એકાઉન્ટ ભાડે આપી ફસાઈ રહ્યા છે, કેટલાક સાયબર ફ્રોડ ગેંગ સાથે મળી ગરીબ લોકોના ખાતા ખોલી બરોબર બેંક કીટ સાયબર માફિયાઓને પધારવી રહ્યા છે.
  • સાયબર ફ્રોડના આરોપીઓનાં નામ વાંચી ચોંકી ઉઠશો*

અરવલ્લી જીલ્લામાં સાયબર ક્રાઈમે ખાતાઓ ભાડે આપી સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી જીલ્લાના ચાર લબરમુછીયા યુવાનોને દબોચી લઇ 9.50 લાખ રૂપિયાની સાયબર ફ્રોડની હેરાફેરી પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા 2 હજારથી 40 હજાર રૂપિયા સુધીની રકમ ખાતા ધારકને ભાડા પેટે આપી બેંક ખાતાઓને રાજ્ય અને રાજ્ય બહારના સાયબર માફિયાઓને ઉપયોગ કરવા આપી મસમોટું કમિશન લેતા હતા

અરવલ્લી જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ ઓપરેશન ‘મ્યુલ હંટ’ હાથધરી સાયબર ફ્રોડના નાણા જમા થયા હોય તેવા બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ કરી ત્રણ ખાતાધારકોનો સંપર્ક કરતા તેમના બેંક એકાઉન્ટ તેમના પરિચિત યુવકોએ કમિશનની લાલચ આપી બેંકના ખાતા ખોલવી બેંક કીટ તેમની પાસે રાખી તેમના ખાતાઓનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો સાયબર ક્રાઇમે 40થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરી રૂ. 9.50 લાખ સાયબર ફ્રોડ આચરનાર ચાર આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ અને ભાવનગરના બે સાયબર ગઠિયાઓની ઓળખ કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી DYSP નવીન આહીર (મ્યુલ હંટના નોડલ અધિકારી)
અરવલ્લી જીલ્લામાં ખાતા ભાડે આપી સાયબર ફ્રોડના ગુન્હાના આરોપીઓની મોડસ ઓપરેન્ડિસ અંગે પૂછતા જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમે ઝડપેલ ચારે આરોપીઓએ તેમના પરિચિત લોકોને કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ભાડે લઇ બેંક કીટ સાયબર માફિયાઓને આપી ખાતામાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવતા હતા કેટલાક ખાતાઓમાં ખાતા ધારકની જાણ બહાર મોબાઈલ નંબર બદલી નાખ્યા હતા અને સાયબર ફ્રોડની રકમ હેરાફેરી કરતા હતા સાયબર માફિયાઓ સાયબર ફ્રોડ કરેલી રકમ યુએસડીટીમાં કન્વર્ટ કરી વિદેશ ભેગી કરી દેતા હોવાનું જણાવ્યું હતું અને બેંક એકાઉન્ટ ધારક યુવાનોને કમિશનની લાલચમાં આવી પરિચિત કે અજાણ્યા વ્યક્તિને ખાતું ભાડે નહીં આપાવા તાકીદ કરી હતી થોડી ગણી કમીશનની લાલચમાં કાયદાના ચુંગલમાં આવી ન જાવ તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું

સાયબર ફ્રોડ કરનાર આરોપી કોણ કોણ વાંચો..!!
1)સચિન ધીરજ બામણા (રાંજેડી-મેઘરજ)
2)જયદીપ મહેશ વાઘેલા (25,અરવલ્લી સોસાયટી,સાઈ મંદિર નજીક-મોડાસા)
3)ખીલવ મહેશ રાઠોડ (ગુરુકુળ સોસાયટી-મોડાસા)
4)વિશાલ રણજીત રાવળ (સાયરા-મોડાસા)
5)જીતેન્દ્રસિંહ તનવર
6)જયદીપ રાઠોડ (હાલ રહે,ગોવા મૂળ રહે, શિહોર-ભાવનગર)

કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ
અરવલ્લી DYSP નવીન આહિરે જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હેઠળ આ કાર્યવાહી કરીને સાયબર ગુનાઓ માટેનું એક મોટું માધ્યમ તોડ્યું છે. હવે સાયબર ટીમ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે, જેથી કરીને બેંક ખાતાઓ ભાડે મેળવીને છેતરપિંડી કરનારા મુખ્ય સાયબર ગઠિયાઓનો પર્દાફાશ થઈ શકે.

મામૂલી રકમમાં સેવિંગ એકાઉન્ટ ભાડે
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓ સામાન્ય લોકોના સેવિંગ બેંક ખાતાઓને મામૂલી રકમ વસૂલીને સાયબર ગઠિયાઓને ભાડે આપતા હતા. આ ‘મ્યુલ એકાઉન્ટ’નો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે થતો હતો. સાયબર ગઠિયાઓ આ ભાડે મેળવેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. છેતરપિંડી દ્વારા મેળવેલી રકમ આ ખાતાઓમાં જમા થતી હતી, જેને કારણે ગુનાના મૂળ આરોપીઓ સુધી પહોંચવું પોલીસ માટે મુશ્કેલ બનતું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!