32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines મહિલા પોલીસ કર્મીએ કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે તેના વાળનું દાન કરી ખુશીઓ વહેંચી...

મહિલા પોલીસ કર્મીએ કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે તેના વાળનું દાન કરી ખુશીઓ વહેંચી : વાંચો સમગ્ર કહાની

0
46

કેન્સર પેશન્ટ ને મદદ કરવા પોતાના સંપૂર્ણ વાળ મુંડન કરાવી કેશ દાન કર્યા

મહિલા પોલીસ કર્મીએ કેન્સર પીડિત મહિલાઓ માટે વાળનું દાન કરતા સહકર્મીઓ અને પરિવારજનોએ મહિલાની અનોખી પહેલને સલામ કરી

ઈડર તાલુકાના ખોડમ ગામના વતની દામિનીબેન જીગ્નેશકુમાર પટેલે થોડા દિવસ અગાઉ તેમની મિત્ર અનુબેન પટેલ દ્વારા કેન્સર પીડિતો માટે મુંડન કરાવી હેર ડોનેશન કરવામાં આવેલ તે ઉમદા કામથી પ્રેરણા લઈને પોતે પણ સંપૂર્ણ મુંડન કરાવી આ સેવાકીય કાર્યમાં સહયોગ કરશે એવો નિર્ણય કર્યો, પરિવારની સંમતિથી દામિનીબેન પટેલે Hair Donate કરતી સંસ્થાનો સંપર્ક કરી પોતાના સંપૂર્ણ વાળ મુંડન કરાવી કેન્સર પીડિતો માટે કેશદાન કરી સમગ્ર પંથકમાં માનવતાની મહેક પ્રસરાવી છે.

આ વિશે વધુમાં જાણવા મળ્યું કે ડોનેટ કરેલા વાળ NGO માં મોકલવામાં આવે છે, ત્યાંથી Hair Wigs બનાવીને સમગ્ર ભારતભરમાં કેન્સરના દર્દી બહેનોને મફતમાં Hair Wigs આપવાનું અભિયાન ચાલે છે. અત્યાર સુધીમાં ૩૮૦ થી વધુ કેન્સર પીડિત બહેનોને Hair Wigs આપીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનું ઉમદા કાર્ય કરવામાં આવેલ છે, સમયાંતરે કેટલા કેન્સર પેશન્ટ ને મફતમાં વિગ આપવામાં આવી તેમના ફોટા, વિડીયો સાથે તમામ માહિતી સંસ્થાના પેજ પર પારદર્શક રીતે પોસ્ટ કરવામાં આવે છે.

મુંડન કરાવવાના પોતાના નિર્ણય પર દામિનીબેન પટેલે જણાવ્યું હતું કે આપને સૌ પૈસાનુ તો દાન કરી શકીએ છીએ પણ વાળનું દાન સંવેદના – લાગણી સાથે જોડાયેલ છે. મારા વાળ તો થોડા સમયમાં પાછા આવી જશે પણ જેને વાળ નથી તેમને મારા વાળ મળશે એટલે એમના ચેહરા પર ખુશી આવશે એ જ મારા માટે મહત્વની વાત છે.

દામિનીબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે મૈ જોયું છે કે ગણી બહેનો પોતાના વાળ ખરવા લાગે તો ડિપ્રેશનમાં આવવા લાગે છે, તેમજ વાળ ચાલ્યા જવાના ડરથી ખોટા વિચારે ચડી જાય છે. હું આ તમામ બહેનોને કહેવા માગું છું કે વાળ ના હોવા શરમનું પ્રતીક નથી, તે પણ આપણા શરીરનો હિસ્સો છે એને આપણે સહજતાથી સ્વીકારવું જોઈએ અને તમારે કોઈ પણ જાતના ટેન્શન કે ડિપ્રેશન વગર ખુલ્લા મને જાહેરમાં ફરવું જોઈએ, મારા જેવી હજારો છોકરીઓ છે જે ખુશીથી મુંડન કરાવી ટોપી કે સ્કાફ વગર જાહેરમાં ફરે છે, હું પણ ખુલ્લા માથે જ બધે ફરવાની છું, મને વિશ્વાસ છે કે અમારા આ પ્રયાસથી આવી ગણી બધી બહેનોમાં આત્મવિશ્વાસ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!