31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

Impact : અરવલ્લી જિલ્લામાં નોંધો નામંજૂર કરવાને લઇને કલેક્ટરએ ગંભીરતા દાખવી, નાયબ મામલતદારોને કડક સૂચના !!!


અરવલ્લી જિલ્લામાં નોંધો નામંજૂર કરવાને લઇને અરવલ્લી જિલ્લા કલેક્ટર એ ગંભીર નોંધ લીધી
કોઈપણ પ્રકારે આવી બેદરકારી અને અરજદારોને હેરાનગતી ચલાવી લેવા માંગતા ન હોવાની માહિતી
તમામ સર્કલ અને નાયબ મામલતદારોને આ બાબતે કડક સૂચના આપી !!!
મોડાસા સિટી અને મહાદેવગ્રામ સર્કલની સૂચારૂ કામગીરીથી અરજદારો પરેશાન હતા !!!
Mera Gujarat ના અહેવાલ પછી મોડાસા સર્કલ વિભાગના અધિકારીઓ સતત ફિલ્ડમાં, કચેરીમાં સોપો

અરવલ્લી જિલ્લામાં મહેસૂલી કામગીરી સતત ચર્ચાઓમાં આવે છે, જે અંગે મેરા ગુજરાતે અહેવાલ પ્રસિદ્ધ કરતા, જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે ગંભીર નોંધ લેતા, નાયબ મામલતદારોનો ઊધડો લીધો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઘણાં સમયથી મોડાસા મામલતદાર કચેરી અને ભિલોડા મામલતદાર કચેરીમાં નોંધ નામંજૂર થતી હોવાની બૂમો ઉઠવા પામી હતી, જેને લઇને ભિલોડામાં તો પ્રાંત અધિકારીએ ખુલાસો પણ માંગો હતો. આ સાથે જ મોડાસા મામલતદાર કચેરીની મોડાસા સિટી અને મહાદેવગ્રામ સર્કલ વિભાગની પણ વધુ પડતી બુમોએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. અહીં આવતા અરજદારો પણ તોબા પોકારી ઉઠ્યા હતા.

થોડા સમય પહેલા મોડાસા મામલતદાર કચેરીની મોડાસા સિટી અને મહાદેવગ્રામ સર્કલ વિભાગમાં ચાલતા કહેવાતા સુચારૂ વહીવટીથી અરજદારો ત્રસ્ત બન્યા હતા, એટલું જ નહીં નોંધો નામંજૂર કરવાને લઇને પ્રાંત કચેરીમાં કેસનો ભરાવો થતો હતો. સર્કલ વિભાગમાં નોંધ આવતા જ 40 દિવસ પછી, અરજદારોનો નજીકના લોકોનો સંપર્ક કરીને ફાઈલમાં આમ છે, તેમ છે, તેવો મીઠો સંદેશ પહોંચાડા અને વાત ન બને એટલે નોંધ ના મંજૂર થતી હતી, જેને લઇને Mera Gujarat એ અહેવાલો પ્રસિદ્ધ કરતા, અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે ગંભીર નોંધ લીધી હતી.

વાત ત્યાં સુધી જાણવા મળી છે કે, જો હવે આ પ્રકારની બેદરકારી અને અરજદારોને હેરાન પરેશાન કરવામાં આવશે, તો રીપોર્ટ પણ થઈ શકે છે, તેવી માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા વર્ષ પહેલા મોડાસા મામલતદાર કચેરીના આ જ સર્કલ વિભાગમાં ACB થઈ હતી, જેમાં એક વચેટિયો ઝડપાયો હતો, જોકે અહીં સુધારો ક્યારે આવશે, તે સવાલ છે. પણ હાલ તો આ બાબતે અરવલ્લી જિલ્લા કલેક્ટર ખૂબ જ સતર્ક બન્યા છે અને અરજદારોના હિત માટે તેઓ કોઈપણ પ્રકારની ગેરરિતી ચલાવી લેવાના મૂડમાં ન હોય, તેવી ચર્ચાઓ ચાલી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!