38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ માટે હાઈટ હંટ કેમ્પ યોજાશે

અરવલ્લી જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ માટે હાઈટ હંટ કેમ્પ યોજાશે

0
67

રાજ્ય સરકાર રમતોને પ્રત્સાહન આપી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાની સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે હાઈટ હંટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત જે ખેલાડી તા. 01/01/2011 પછી જન્મેલા હોય તેવા ભાઈઓ અને બહેનો માટે હાઈ હંટ ના આધારે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હાઈટ હંટના માપદંડો નીચે મુજબ રહેશે.

  • તા. ૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા બહેનો જેમની ઉંચાઇ ૧૬૩ સે.મી. કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
  • તા. ૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા ભાઇઓ જેમની ઉંચાઇ ૧૭૩ સે.મી. કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

ઉક્ત જણાવેલ વિગતો અનુસાર રમતગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ નીચે જણાવેલ સરનામે જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે (મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) તા.૧૮/૧૨/૨૦૨૫ના રોજ ભાઇઓ અને તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ બહેનોને સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સંપર્ક કરી શકાશે

કસોટીનું સ્થળ
શ્રી જે.બી શાહ ઈ.મી. સ્કૂલ (DLSS ટેબલ ટેનિસ હોલ) કોલેજ કેમ્પસ ધનસુરા રોડ મોડાસા જિ.અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!