33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લીઃ બાયડના મુખ્ય માર્ગ ટ્રકની ટક્કરે કચડાઈ જતાં માધવકંપાની મહિલાનું ઘટના સ્થળે...

અરવલ્લીઃ બાયડના મુખ્ય માર્ગ ટ્રકની ટક્કરે કચડાઈ જતાં માધવકંપાની મહિલાનું ઘટના સ્થળે કરૂણ મોત

0
158

વિશ્વા સર્જીકલ હોસ્પિટલ આગળ મોપેડ ચાલક દંપતિને ટ્કે હડફેટે લેતાં નીચે પટકાયેલાં મહિલાના માથાના ભાગે ટ્રકનાં ફરી વળ્યાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું

બાયડથી ધનસુરા તરફ જતા માર્ગ ઉપર વિશ્વા સર્જીકલ હોસ્પિટલ આગળ રસ્તો ક્રોસ કરવા જતા માધવકંપાના મોપેડ ચાલક દંપતીને માતેલા સાંઢ ની જેમ દોડતા ટ્રકે હડફેટે લેતાં મહિલા નીચે પડી જતાં મહિલાના માથાના ભાગે ટ્રકનાં ટાયર ફરી વળતાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

અકસ્માત અંગે બાયડ પોલીસ મથકે કેવીન નટુભાઇ પટેલ રહે. માધવકંપાએ આપેલી ફરિયાદ મુજબ, માધવ કંપાના ધીરુભાઈ પટેલ મંગળવારે સવારે તેમના પત્ની સાથે મેસ્ટ્રો ટુ વ્હીલર લઈને બાયડ આવ્યા હતા. જ્યાં વિશ્વા સર્જીકલ હોસ્પિટલ આગળ મેટ્રો ચાલક દંપતિ રસ્તો ક્રોસ કરતા હતા તે સમયે પૂર ઝડપે આવતા ટ્રકે મેસ્ટ્રો ટુ વ્હીલર ચાલક દંપતિને હડફેટે લેતાં મેસ્ટ્રો ટુ વ્હીલર પાછળ બેઠેલા કમળાબેન નીચે પટકાઈ ગયા હતા. તેઓ નીચે પટકાતાની સાથે જ તેઓના માથાના ભાગે ટ્રકનાં ટાયર ફરી વળતાં 67 વર્ષીય મહિલા કમળાબેન ધીરુભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.
ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક સ્થળ પર મૂકી બાયડ પોલીસ સ્ટેશનને હાજર થઈ ગયો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે બાયડ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!