38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી :રોડ પર ઉભી ટીંટોઈ PCR ને શામળાજી પોલીસ જીપે ટક્કર મારતા...

અરવલ્લી :રોડ પર ઉભી ટીંટોઈ PCR ને શામળાજી પોલીસ જીપે ટક્કર મારતા ડ્રાઇવર મહેશ પટેલનું મોત

0
64

અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે ગત રાત્રીએ એક વિચિત્ર અકસ્માતની ઘટનાથી પોલીસેબેડામાં ગમગીની છવાઈ હતી ટીંટોઈ પોલીસ સ્ટેશનની બામણવાડ પાટિયા રોડ પર ઉભેલી પીસીઆર વાનને મોડાસા તરફથી પૂરઝડપે શામળાજી પોલીસ સ્ટેશનની જીપે ધડકાભેર ટક્કર મારતા ટીંટોઈ પીસીઆર વાનના ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અન્ય એક પોલીસ કર્મી અને હોમગાર્ડને ઈજાઓ પહોંચતા સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે સારવાર અર્થે ખસેડી દીધા હતા

અરવલ્લી જિલ્લાના બામણવાડ ગામ પાસે મોડી રાત્રે એક કરુણ અને વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કોઈ ખાનગી વાહન અને પોલીસ વચ્ચે નહીં, પરંતુ ખુદ પોલીસ વિભાગની બે અલગ-અલગ ગાડીઓ વચ્ચે થયો હતો. શામળાજી પોલીસ અને ટીંટોઈ પોલીસની સરકારી ગાડીઓ વચ્ચે થયેલી આ ટક્કરમાં ટીંટોઈ PCR વાનના ચાલક મહેશ પટેલનું કરૂણ મોત નિપજ્યું છે. મળતી વિગતો અનુસાર, શામળાજી પોલીસની વાન ભિલોડા કોર્ટમાંથી કેદીઓને મોડાસા સબજેલમાં મૂકીને પરત ફરી રહી હતી. આ દરમિયાન બામણવાડ ગામ પાસે રસ્તાની સાઈડમાં ટીંટોઈ પોલીસની પીસીઆર વાન ઊભી હતી. શામળાજી પોલીસની ગાડીએ પૂરપાટ ઝડપે આવીને રસ્તા પર ઊભેલી આ પીસીઆર વાનને જોરદાર ટક્કર મારી હતી.

ટીંટોઈ PCR ના ચાલકે જીવ ગુમાવ્યો
અકસ્માત એટલો ભયાનક હતો કે ટીંટોઈ પીસીઆર વાનના ચાલક મહેશ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોતાની જ વિભાગની ગાડીઓના અકસ્માતમાં એક નિષ્ઠાવાન જવાન ગુમાવતા અરવલ્લી પોલીસ બેડામાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!