29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભાર વિનાના ભણતરના ધજાગરા, અધિકારીઓની શાળા મુલાકાત એક...

અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભાર વિનાના ભણતરના ધજાગરા, અધિકારીઓની શાળા મુલાકાત એક માત્ર નાટક !!!

0
81

અરવલ્લી જિલ્લા ખાનગી પ્રાથમિક શાળાઓમાં ભાર વિનાના ભણતરના ધજાગરા!!!!
ધોરણ 1 થી 4 ના બાળકોના ખભે બેગ નહીં પણ ગૂણ લટેકલ હોય છે !!!
શિક્ષણ વિભાગના અધિકારીઓ ને કેમ કાંઈ દેખાતું નથી?
તમામ તાલુકાના TPEO ક્યાં સંતાઈ ગયા છે ?
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ શાળાઓની શુભેચ્છા મુલાકાતમાં માત્ર વાતો કરવા જાય છે કે શું?
શાળા શરૂ થવાના સમયે ઓચિંતી મુલાકાત કરવામાં કેમ પેટમાં દુ:ખે છે ?
ખાનગી શાળાઓમાં ભાર વિનાના ભણતરનો સરેઆમ છેદ ઉડતો કેમ દેખાતો નથી?

અંકિત ચૌહાણ/જય અમીન
ગુજરાત માં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે, તેની સાથે સાથે બાળકો શાળાએ જાય ત્યારે ખભે અનાજની ગુણ લટકાવેલી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને ખાનગી શાળાના બાળકો શાળાએ જાય ત્યારે ધોરણ 1 થી 4 ના બાળકોની સ્કૂલ બેગનું વજન સરેરાશ 4 થી 8 કિ.લો. થવા પામે છે. એટલું જ નહીં કેટલાક બાળકોની સરેરાશ સ્કૂલ બેગનું વજન તો અધમણ થવા પામે છે. આવા કિસ્સાઓમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ ભાર વિનાના ભણતરની વાતો કેમ કરી શકે ?

અરવલ્લી જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકો બેગમાં એટલા પુસ્તકો લઈને જતાં હોય છે કે, ભાર વિનાના ભણતરના નિયમોનો જાણે છેદ ઉડતો હોય તેવું લાગે છે. ખાસ કરીને ખાનગી શાળાના બાળકોની હાલત ખૂબ જ દયનિય બને છે. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ માત્ર સરકારી શાળાની મુલાકાતો કરે છે પણ ખાનગી શાળાની મુલાકાત લેતા ન હોય તેવું સ્પષ્ટ લાગે છે. આવું એટલા માટે કે, જો જતાં હોય તો બાળકોની બેગ ચકાસી હોત. બાળકો જ્યારે શાળાએ પહોંચે ત્યારે વાહનમાં આવતા હોય, તો બાળકોને કોઈ તકલીફ ન પડે, પણ જે વાલીઓ ચાલતાં શાળાએ જતાં હોય, તેવા બાળકોના ખભે જાણે અનાજની ગૂણ લટકાવી હોય, તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે.

NCERT નો પરિપત્ર અને બૂકલેટ વાંચવા ક્લિક કરો  – https://www.ncert.nic.in/pdf/Final%20School%20Bag%20Policy%202020.pdf

રાજ્ય સરકાર ભાર વિનાના ભણતરની વાતો કરે છે, પણ જમીની સ્તરે તેની અમલવારી કેમ થતીં નથી તે સવાલ છે. વહીવટી અને સુચારા આયોજનની જવાબદારી જે વિભાગની હોય છે, તે વિભાગ કેમ કાંઈ જોતું નથી ? બાળકો સવારે શાળાએ જાય ત્યારે કેમ વજનકાંટા લઈને ઊભા રહેતા નથી ? જો નિયમ મુજબ સ્કૂલની બેગનુું વજન વધારે હોય તો કાર્યવાહી કરવામાં પેટમાં દુખતું હશે કે શું ? હાલ તો તમામની મિલીભગતથી માસૂમ બાળકો તેનો ભોગ બની રહ્યા છે. પણ નગરોળ તંત્રના કાને સંભળાતું નથી અને આંગે અંધાપો આવી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!