33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : RTO કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ ઉપર પ્રતિબંધ પણ અમલ થતો...

અરવલ્લી : RTO કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ ઉપર પ્રતિબંધ પણ અમલ થતો નથી..!!

0
62
  • પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં ખાળે ડુચા દરવાજા મોકળા
  • ઇન્સપેક્ટરોને રોજે રોજ સરપ્રાઇઝ ડયુટી ફાળવાય તો પણ સેટીંગબાજોને બ્રેક મારી શકાય
  • આરટીઓ કચેરીમાં પારદર્શિતા લાવવા જાહેરનામુ બહાર પાડ્યું પરંતુ પરિસરમાં અને આજુબાજુ વિસ્તારમાં દલાલોનો જમાવડો
  • એક કોમ્પલેક્ષમાં અરજદારો ઓનલાઈન પ્રક્રિયા માટે પહોંચતાંની સાથે ચાલુ થાય છે દલાલોનું દલદલ

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના જીલ્લા સેવાસદન કચેરી સામે કાર્યરત આરટીઓ કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ તો સમયે સમયે બહાર પડે છે પરંતુ તેનું અમલીકરણ થતું નથી અથવા થવા દેવાતું નથી. કોઇપણ કામ પૈસા વગર થતું ન હોવાની ફરિયાદો વ્યાપક બની છે ત્યારે પ્રવેશ પાબંદી બાદ બારોબારથી કે મળતીયાઓ દ્વારા વહિવટ થતો હોવાની બુમ ઉઠવા પામી છે.

મોડાસા શહેરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ)માં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવતી હોય, આ કચેરીમાં રોજ મોટા પ્રમાણમાં નાગરિકો પોતાના કામ માટે આવતા હોય છે. તાજેતરમાં આ કચેરીમાં કેટલાક ઇસમો દ્વારા આ નાગરિકોને ભોળવીને-લલચાવીને કે ગેરમાર્ગે દોરીને અનઅધિકૃત ઇસમો કામ કરાવી આપવાનું બહાનું કરીને નાગરિકોના નાણાં પડાવતા અને છેતરતા હોવા અંગેની ફરિયાદો મળેલ છે તેથી મોડાસા શહેરમાં આવેલ આરટીઓ કચેરીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ નાગરિકોના હિત માટે થઇને નાગરિકોને ભોળવીને લલચાવીને કામ કરાવી આપવાનું બહાનું કરીને ગેરમાર્ગે દોરી લોકોને છેતરવાનું કૃત્ય કરતા અનઅધિકૃત ઇસમોના આરટીઓ કચેરીમાં પ્રવેશતા અટકાવવા માટે જાહેરનામુ બહાર પાડવા આરટીઓ દ્વારા દરખાસ્ત રજૂ થયેલ હોય અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સત્તાની રૂએ અનઅધિકૃત ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે જે 60 દિવસ માટે અમલી રહેશે.

જો કે, આ જાહેરનામાનો અમલ વાસ્તવિક સ્થિતિમાં થતો નથી પ્રાપ્ત માહિતી અનુસાર ,ઇન્સપેક્ટરોના જ ફોલ્ડરો આટાફેરા મારી સાહેબ વતી બારોબાર વહિવટ કરતા હોય છે. આમ ભ્રષ્ટાચાર પર નિયંત્રણ લાવવા તંત્ર અવનવા પ્રયોગો કરે છે પણ લેભાગુ તેના તોડ શોધી કાઢે છે. કચેરીમાં ઇન્સપેક્ટરોને અગાઉથી સપ્તાહ સુધી ક્યાં ડયુટી ફાળવવાની છે તેની જાણ કરાય છે અને અન્યને પણ તેની જાણ હોય છે જેથી અગાઉથી જ સેટીંગ ગોઠવાય છે જેથી દરેક દિવસે ડયુટી બદલાય અને તેની જાણ ખુદ ઇન્સપેક્ટરને પણ નોકરીએ ચડે ત્યારે થાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો સેટીંગબાજોના સેટીંગ વિખાઇ જાય અને ઘણી બ્રેક લાગી શકે. સતત એક સપ્તાહ સુધી ટેબલ સંભાળતા ઇન્સપેક્ટરના બદલે રોજે રોજ નવા અધિકારી આવતા લેભાગુઓમાં પણ બ્રેક લાગી શકે છે. જે અંગે હાલ ચાર્જમાં રહેલ આર.ટી.ઓ.એ પગલા લેવા જરૂરી બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!